ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતા ઇશુદાન ગઢવીના કાફલા પર હુમલો થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટીએ ગુજરાતના જૂનાગઢમાં 'જન સંવાદ યાત્રા'નું આયોજન કર્યું હતું. આ યાત્રા દરમિયાન આપ નેતાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે જે આ હુમલો 'ભાજપના ગુડા'ઓએ કર્યો છે.
પાર્ટીએ એ પણ આરોપ લગાવ્યો છે કે આ હુમલામાં આમ આદમી પાર્ટીના 10 વોલેન્ટિયર્સ ઇજાગ્રસ્ત થયા છે. પાર્ટીનું કહેવું છે કે કાફલામાં 6-7 ગાડીઓને ટાર્ગેટ બનાવવામાં આવી છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે રોડની સાઇડમાં ઉભેલા કેટલાક લોકોના હાથમાં કાળા ઝંડા હતા. આ લોકોએ ઇશુદાન ગઢવી અને મહેશ સવાણીના કાફલાને કાળા વાવટા બતાવ્યા અને પછી અચાનક કાફલા પર ડંડા વડે હુમલો કર્યો. આ હુમલામાં ઇશુદાન ગઢવીની ગાડીના કાચ તૂટી ગયા હતા.
આપ નેતા મહેશ સવાણીએ કહ્યું કે તેમણે પોતાની જીંદગીમાં આવો હુમલો જોયો નથી, નસીબ સારા હતા કે બચી ગયા. જાણકારી અનુસાર આ ઘટન બાદ ઘણા કાર્યકર્તા વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેમણે ત્યાં પ્રદર્શન કર્યું હતું. આમ આદમી પાર્ટી તરફથી આરોપ લગાવવામાં આવ્યો હતો કે 70થી વધુ ભાજપના ગુડાઓએ આપના નેતાઓ પર તેમના સપોર્ટ પર હુમલો કર્યો. એક ટ્વીટરમાં પાર્ટીએ કહ્યું કે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં વધતી જતી મજબૂતીથી ભાજપ ડરી ગઇ છે.
આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરતં કહ્યું કે 'મેં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વાતચીત કરી છે અને તેમને આગ્રહ કર્યો છે કે આ મામલે એફઆઇઆર નોંધવામાં આવે અને આરોપીઓને પકડવામાં આવે. મેં તેમને આરોપીઓ વિરૂદ્ધ સખત કાર્યવાહીની પણ માંગ કરી છે જેથી આપ નેતાઓ અને કાર્યકર્તાઓને સુરક્ષા મળી શકે.