સોમવારથી તમામ સ્કૂલ-કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન શરૂ થશે, શિક્ષણમંત્રીએ કરી જાહેરાત

Webdunia
ગુરુવાર, 17 ફેબ્રુઆરી 2022 (20:01 IST)
ગુજરાત સહિત દેશભરમાં કોરોના સંક્રમણમાં મોટે પાયે ઘટાડો થયો છે, ત્યારે રાજ્યમાં લગાવાયેલાં મોટા ભાગનાં નિયંત્રણો દૂર કરવા માટે રાજ્ય સરકારે વિચારણા હાથ ધરી છે. કેન્દ્ર સરકારના આરોગ્ય-સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યોના ચીફ સેક્રેટરીને પત્ર લખીને કોવિડ કેસોમાં ઘટાડો થયો હોવાથી રાજ્ય સરકારો પોતાની રીતે સમીક્ષા કરીને વધારાનાં નિયંત્રણો દૂર અથવા હળવાં કરી શકે છે તેવી ભલામણ કરી છે, જેને પગલે રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણો હળવા કરવાની કવાયત હાથ ધરી છે. ત્યારે આજે કોર કમિટીની બેઠકમાં સ્કૂલ અને કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી.

<

શિક્ષણના વિશાળ જાહેર હિતમાં માન. મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjpજીના માર્ગદર્શન,વિચાર વિમર્ષ અને સુચના મુજબ આજની કોર કમિટીમાં થયેલ ચર્ચા અન્વયે તા.૨૧/૦૨/૨૦૨૨, સોમવારથી શિક્ષણ વિભાગ હસ્તકની તમામ શાળા-કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન શરુ કરવા બાબતે રાજ્ય સરકારશ્રીએ મહત્વનો નિર્ણય લીધો છે.

— Jitu Vaghani (@jitu_vaghani) February 17, 2022 >

સંબંધિત સમાચાર

Next Article