એએમસીના મેલેરિયા વિભાગે આજે વિશ્વ મચ્છરદિન નિમિત્તે મચ્છરોના બ્રિડિંગને લઈ સમગ્ર શહેરમાં ચેકિંગ હાથ ધર્યું છે. આ ચેકિંગ દરમિયાન અમદાવાદ મેટ્રોના વાસણાથી ચાંદખેડા રૂટમાં મચ્છરોનું બ્રિડિંગ મળી આવ્યું છે. જેને પગલે મેલેરિયા વિભાગે મેટ્રોને 3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મેટ્રોની કન્સ્ટ્રક્શન સાઇટોના બેઝમેન્ટમાં વધુ પ્રમાણમા પાણી ભરાયેલું જોવા મળ્યું હતું.
આ પહેલા 2 વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં કોઇ સુધારો થયો નહોતો. વરસાદી માહોલ બાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે, જેમાં છેલ્લા 17 દિવસમાં જ મચ્છરજન્ય રોગચાળાના 600થી વધુ લોકો ભોગ બન્યા છે. જેમાં 78 જેટલા દર્દીઓ તો ડેંગ્યુના નોંધાયા છે. જ્યારે સાદા મેલેરિયાના 495 અને ઝેરી મેલેરિયાના 25 કેસો નોંધાયા હતા. તમેડ ચિકનગુનિયાનો પણ એક કેસ નોંધાયો હતો.