અમદાવાદ સિવિલમાં છેલ્લા 12 વર્ષથી બ્લેડર એસ્ટ્રોફીના વર્કશોપમાં જોડાતા વિદેશી ડૉક્ટરે 80 ઓક્સિજન કોન્સનટ્રેટર દાન કર્યા

Webdunia
બુધવાર, 2 જૂન 2021 (17:54 IST)
કોરોનાની બીજી લહેર દેશમાં ઘાતક સાબિત થઈ છે. ખાસ કરીને દર્દીઓને ઓક્સિજન અને વેન્ટિલેટરની ખૂબ મોટી અછતનો સામનો કરવો પડ્યો છે. ત્યારે વિદેશમાં વસતા ગુજરાતીઓએ પોતાના વતનનું ઋણ ચુકવવા માટે દાનનો ધોધ વહાવ્યો છે. અમેરિકા અને બ્રિટનમાં વસતા ગુજરાતીઓએ મદદ માટે હાથ લંબાવ્યો છે. અમેરિકામાં વસતા એક ગુજરાતી ડોક્ટરે ફંડ ભેગુ કરીને અમેરિકાથી કુરિયર મારફતે સિવિલ હોસ્પિટલમાં 80 ઓક્સિજન કોન્સનટ્રેટર મોકલી આપ્યાં છે. મૂળ વઢવાણમાં વસતા ખ્યાતનામ તબીબ અસીમ શુક્લા અને પામેલા આર્ટીગસે વિદેશી સંસ્થાના સહયોગથી સિવિલ હોસ્પિટલમાં કોન્સનટ્રેટર આપીને ઓક્સિજન જરૂરિયાત ધરાવતા દર્દીઓને મદદરૂપ બનવા ફંડ એકઠું કર્યું હતું. અસિમ શુક્લાએ કહ્યું કે, કોરોના મહામારીમાં વિવિધ પ્રચાર-પ્રસાર માધ્યમો થકી સિવિલ હોસ્પિટલની કામગીરીથી માહિતગાર થયા છીએ.

દાન કરેલા 80 કોન્સનટ્રેટર પૈકી 32 કન્સનટ્રેટર 10 લીટરની ક્ષમતા ધરાવતા અંદાજીત 2200 અમેરિકન ડોલર અને બાકીના 48 કન્સટ્રેટર 5 લીટરની ક્ષમતા ધરાવતા અંદાજીત 48 લાખની કિંમતના સિવિલ હોસ્પિટલમાં દાન કરવામાં આવ્યા છે.ભારતીય સ્પાઇન સર્જન ડૉ. વિનય જસાણી જેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલની સેવાકીય પ્રવૃતિઓ સાથે વર્ષોથી સંકળાયેલા છે. જેઓએ સિવિલ હોસ્પિટલના પોલીયોગ્રસ્ત બાળકોની સ્પાઇન સર્જરીથી લઇ અન્ય સ્પાઇન સર્જરીમાં સિવિલ હોસ્પિટલ તબીબો સાથે જોડાયેલા રહ્યા છે. તેઓએ પણ સિવિલ હોસ્પિટલ પ્રત્યેનો ઋણ અદા કરતા યુ.કે. થી 10 લાખના સ્વ ખર્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલને 10 ઓક્સિજન કોન્સનટ્રેટરનું દાન કર્યું છે. તેઓએ યુ.કે.થી ફ્લાઇટ મારફતે પ્રાયોરીટી બેઇઝ્ડ 10 કોન્સનટ્રેટર પોસ્ટ દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 12 વર્ષથી યોજાતા બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપમાં રાજ્ય અને દેશની સાથે વિદેશમાંથી પણ ખ્યાતનામ તબીબો સહભાગી બને છે. દર વર્ષે દેશ – વિદેશના બાળરોગ સર્જરી નિષ્ણાંત તબીબો આ વર્કશોપમાં જોડાય છે. જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના તજજ્ઞ તબીબોના જ્ઞાનનું આદાન પ્રદાન વૈશ્વિક કક્ષાના તબીબો સાથે થાય છે. તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થતી જટીલ સર્જરીઓ થકી ઘણી નવિ તકનીકો, જટીલતા શીખીને જાય છે.

સંબંધિત સમાચાર

Next Article