અમદાવાદના મેટ્રો રેલ પ્રોજેક્ટ મુદ્દે વેપારીઓએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા

Webdunia
સોમવાર, 13 મે 2019 (12:27 IST)
અમદાવાદમાં ગુજરાતની સૌ પ્રથમ મેટ્રો રેલ્વે પ્રોજેકટનો મુખ્ય તબકકો ચૂંટણી લાભલેવા હોશે-હોશે ચાલુ કરી દેવાયો પણ સમગ્ર શહેરને આવરી લેતા અને છેક ગાંધીનગર સુધી દોડનારી મેટ્રો ટ્રેનના પ્રોજેકટમાં જે અત્યંત ધીમી ગતિએ અને અનેક માર્ગ પર ઠપ્પ થયેલું કામ છે તેની સામે હવે અમદાવાદના વેપાર સંગઠનોએ અવાજ ઉઠાવ્યો છે તથા માર્ગો પર મેટ્રો બાંધકામના કારણે તેમના ધંધા-વ્યાપાર લગભગ ઠપ્પ થઈ ગયા છે તો ચારે તરફ ધુપના કારણે પ્રદૂષણ સર્જાતા લોકોના આરોગ્યથી લઈને મકાનો શોપીંગ સેન્ટર પર પણ ધુપના પડ ચડી ગયા છે અને અહી પસાર થતા લોકો માટે શ્ર્વાસમાં ધુળના રજકણો જઈ રહ્યા છે તે પણ ફરિયાદો સર્જાઈ છે. અમદાવાદના શાહપુરમાં વ્યાપારી સંગઠનોએ ગુજરાત હાઈકોર્ટમાં એક પીટીશનથી મેટ્રો પ્રોજેકટને ઝડપથી પુરો કરવાના અને શકય તેટલી હાડમારી ઘટે તે જોવા સરકારને કડક આદેશ આપવાની માંગ કરી છે.અહી મેટ્રોના મોટા મીલર્સ તથા મશીનરીઓ સતત પડી રહી છે જેના કારણે માર્ગો લગભગ ઠપ્પ થતા ગ્રાહકો પણ અન્ય ક્ષેત્રમાં શોપીંગ કરવાનું પસંદ કરે છે. આ અરજી બાદ ગુજરાત હાઈકોર્ટે રાજય સરકાર અને ગુજરાત મેટ્રો રેઈલ કોર્પોરેશનને નોટીસ ફટકારી છે.

સંબંધિત સમાચાર

Next Article