દિલ્હીની હોસ્પિટલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું નિધન થતાં ખાસ ચાર્ટર પ્લેન મારફતે તેમના પાર્થિવ દેહને વડોદરા એરપોર્ટ પર લવાયો હતો. નિધન બાદ અહેમદ પટેલનો કોરોનાનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે જ દફનવિધિનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પહોચ્યા હતા.
– અંતિમ વિધિ થઇ શરૂ
– રાહુલ ગાંધીએ અહેમદ પટેલના નશ્વરદેહને આપી કાંધ
– રાજકીય નેતાઓ તેમજ લોકો દર્શન માટે ઉમટ્યા
– અંતિમ વિધિમાં માત્ર 50 લોકો હાજર રહેશે
– કોવિડ ગાઇડલાઇન પ્રમાણે કરાશે દફનવિધિ
– હાર્દિક પટેલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી રહ્યા હાજર