કોવિડ-૧૯ની મહામારીના સમયમાં આ રોગના સંક્રમણને વધતું અટકાવવા માટે સતર્કતા અને સાવધાની આ બે મોટા શસ્ત્રો છે. સુરત વિસ્તારમાં કોવિડ-૧૯ના વધતા કેસોને ધ્યાને લઈને તેને નિયંત્રણમાં લાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ એક્શન પ્લાન ‘APX-R’ તૈયાર કરવામાં આવ્યો છે. ડોર ટુ ડોર સર્વેલન્સ સઘન બનાવવા માટે સુરત મહાનગરપાલિકાએ સક્રિય સર્વેલન્સના ભાગરૂપે આ ‘APX-R’ વ્યૂહ રચના અપનાવી છે.
સાઉથ ઈસ્ટ ઝોન ખાતે આ વ્યૂહ રચનાની સૌપ્રથમ પહેલ કરી ‘APX-R’ના એક્શન પ્લાનનું અમલીકરણ કરાવ્યું હતુ. ત્યારબાદ હવે સમગ્ર શહેર માટે આ વ્યૂહ રચના અપનાવવામાં આવી છે. અત્યારસુધીમાં ‘APX-R’ સર્વેલન્સના ત્રણ રાઉન્ડ હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત કરાયેલા ડોર ટુ ડોર સર્વેલન્સ દરમિયાન જે ઘરમાં કોઈ વ્યક્તિને તાવ, શરદી, ખાંસી, ઝાડા જેવા કોઈ લક્ષણો હોય તેવા ઘરની બહાર - ‘A’, જે ઘરમાં કોમોર્બિડ અને વૃદ્ધ રહેતા હોય તેવા ઘરની બહાર–‘P’ બોર્ડ લગાવાયા છે. જ્યારે આ બે પૈકી એકેય ન હોય તેવા ઘરની બહાર – ‘X’ લખેલા બોર્ડ લગાવી માઈક્રો મોનિટરિંગ કરવામાં આવી રહ્યુ છે.
‘APX-R’ સર્વેલન્સ માટેનો મુખ્ય ઉદ્દેશ્ય શક્ય એટલી વહેલી તકે ARI, ILI તેમજ SRIના કેસો ઓળખી અને જરૂરિયાત મુજબ દર્દીઓને સમયસર સારવાર આપી શકાય તે માટેનો છે. તે ઉપરાંત વધુ જોખમ ધરાવતા વ્યક્તિઓ (કોમોર્બિડ તથા વયોવૃદ્ધ વ્યક્તિઓ)ને શોધવા તથા તકેદારી રાખવા પણ આ વ્યૂહ રચના વધુ અસરકારક સાબિત થઈ છે. એટલું જ નહીં સ્ટ્રેસ મેનેજમેન્ટના ભાગરૂપે સર્વેલન્સ પ્રક્રિયા દરમિયાન લોકોનું કાઉન્સેલિંગ કરવા માટે STD કાઉન્સેલર અને TBHVની નિમણૂંક કરવામાં આવી છે.
‘APX-R’ શું છે ?
•સર્વેલન્સ દરમિયાન શરદી, ખાંસી, તાવ, ઝાડા જેવાં (ARI કેસ) કોઈ પ્રાથમિક લક્ષણો હોય તેવા ઘરની બહાર ‘A’ લખાશે
•કોમોર્બિડ વ્યક્તિઓ તથા ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા વૃદ્ધો રહેતા હોય તેવા ઘરની બહાર ‘P’ લખાશે
•ઉપરોક્ત બંને A અને P પૈકી એકેય ન હોય તેવા ઘરની બહાર – ‘X’ લખાશે
•કોમ્યુનિટી રિસ્પોન્સના અભાવવાળા ઘરોની બહાર ‘R’ લખાશે
•આ રોગના સંક્રમણની સાંકળને તોડવા માટે વ્યક્તિની વહેલી તકે ઓળખ કરી આઈસોલેશન કરવાની વ્યૂહ રચના
•માઈક્રોપ્લાન અનુસાર પ્રગતિનું નિરિક્ષણ
‘APX-R’ સર્વેલન્સના ત્રીજા રાઉન્ડની વિગત (તા. ૯ જૂનથી ૧૭ જૂન)