જંગલમાં ગુમ થયા 40 બાળકો, કોલેજના વિદ્યાર્થીઓનું ગ્રુપ ઉમરપાડા ટ્રેકિંગ માટે ગયું હતું

Webdunia
ગુરુવાર, 7 ઑક્ટોબર 2021 (11:20 IST)
વિદ્યાર્થીઓને ટ્રેકિંગ ટૂર લઇ ગયેલી શહેરની કોલેજની એક મોટી બેદરકારી સામે આવી છે. ટૂર દરમિયાન કોલેજના 40 બાળકોનું ગ્રુપ જંગલમાં ખોવાઇ ગય્તું. જંગલમાં મોબાઇલ નેટવર્ક ન હોવાથી ટીચર્સ સાથે સંપર્ક તૂટી ગયો. જ્યારે વાલીઓને આ વાતની જાણકારી મળી તો તેમનો જીવ તાળવે ચોંટી ગયો. ચાર કલાક સુધી વાલીઓનો શ્વાસ ઉપર નીચે થઇ ગયો હતો. આખરે એક વિદ્યાર્થીના વાલીએ મુખ્યમંત્રી કાર્યાલયને સૂચના આપી. સીએમઓના નિર્દેશ પર વન વિભાગ સર્કિય થયું અને ગુમ બાળકને શોધી કાઢ્યા હતા. 
 
મામલો એસડી જૈન ઇન્ટરનેશનલ કોલેજનો છે. કોરોનાનો પ્રભાવ ઓછો થયા બાદ બે વર્ષ પછી કોલેજ મેનેજમેન્ટએ બાળકો માટે ઉમરપાડાના જંગલમાં ટ્રેકિંગ ટૂર આયોજિત કર્યું. આ ટૂરમાં કોલેજના 382 વિદ્યાર્થી અને ટીચર, કોચ તથા અન્ય સ્ટાફ સામેલ હતો. વાલીઓના અનુસાર વિદ્યાર્થીને ગ્રુપ ટ્રેકિંગ કરાવી રહ્યા હતા તો 40 વિદ્યાર્થીઓ આગળ નિકળી ગયા અને ગ્રુપ પાછળ રહી ગયું. સ્કૂલ સ્ટાફએ આ વાતનું ધ્યાન ન રાખ્યું કે તમામ વિદ્યાર્થી સાથે સાથે ચાલે. તમામ 40 વિદ્યાર્થીઓ આગળ જંગલમાં રસ્તો ભટકી ગયા. 
 
ઘોર જંગલ હોવાથી ત્યાં મોબાઇલ નેટવર્ક ન હતું, જેથી તે ટીચર અને વાલીઓ સાથે સંપર્ક કરી શક્યા નહી. તમામ બાળકોને સાંજે પાંચ વાગે કેમ્પ પર પરત ફરવાનું હતું. જ્યારે સાંજ 5 વાગે ગ્રુપની હાજરી લીધી તો ખબર પડી કે 40 બાળકો ગુમ છે. કોલેજ દ્વારા વાલીઓનો સંપર્ક કરી વિદ્યાર્થીઓનો અલ્ટરનેટ નંબર માંગી સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ સંપર્ક થઇ શક્યો નહી. વાલીઓએ તેની જાણકારી સીએમઓને આપી અને સીએમઓ નિર્દેશ પર વન વિભાગ સર્કિય થયું અને બાળકોને શોધીને કેમ્પ સુધી પહોંચાડ્યા. 
 
સરકારે સ્કૂલ અને કોલેજ ટૂરને લઇને ગાઇડલાઇન યથાવત રાખી છે. જેના હેઠળ જ્યારે પણ કોઇ સ્કૂલ કોલેજ પ્રવસ માટે બાળકોને બહાર લઇ જાય છે તો તેને તેની જાણકારી નજીકના પોલીસ સ્ટેશનમાં આપવાની હોય છે. ટૂર બસ અને સંભવિત વાહનોમાં જીપીએસ ટ્રેકિંગ ફરજિયાત છે. કઇ ઉમરના બાળકોને ક્યાં લઇ જવા જોઇ તેનું ધ્યાન રાખવું જોઇએ. ટૂર પર જતાં પહેલાં શિક્ષણ વિભાગને પુરી જાણકારી આપવી જોઇએ. કોલેજ મેનેજમેન્ટ આ ગાઇડલાઇનનું પાલન કર્યું નથી. 
 
કોચ અને ટૂર આયોજકે કહ્યું હતું કે ટ્રેકિંગ ટૂર દરમિયાન ક્યાંય પણ બેદકારી વર્તવામાં ન આવી. બાળકોનું ગ્રુપ પાછળ રહી ગયું હતું. જેથી આવે ઘટના સર્જાઇ હતી. ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન સર્જાઇ તેનું ધ્યાન રાખવું પડશે.

સંબંધિત સમાચાર

Next Article