સ્કૂલની છત તૂૂટતા 4 બાળક ઘાયલ, 1ને માથામાં 8 ટાંકા, દિવસ પહેલાં જ ચેતવ્યા હતા પણ શિક્ષણમંત્રી સૂતા રહ્યા

Webdunia
મંગળવાર, 3 મે 2022 (11:40 IST)
મહિસાગર જિલ્લાના સંતરામપુર નગરની પ્રતાપપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8ના 400 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળાના 12 ઓરડામાંથી 4 ઓરડાને જર્જરિત જાહેર કરીને બાળકોના અભ્યાસ માટે બંધ કરી દીધા હતા. ઓરડાની ઘટના કારણે બાળકોને શાળાની લોબીમાં બેસાડીને શિક્ષણ આપવામાં આવે છે.
 
સોમવારે શાળાના શિક્ષકનો નિવૃત્તિ સન્માન સમારંભ શાળાની બહાર ચાલતો હતો. બાળકોને શાળાની લોબીમાં બેસાડ્યા હતા. અચાનક લોબીના સ્લેબના પોપડા નીચે બેઠેલા બાળકો પર પડતાં 3 વિદ્યાર્થિની અને 1 વિદ્યાર્થી મળી કુલ 4 બાળકોને ઇજા પહોંચી હતી. બાળકોને માથા તેમજ પીઠના ભાગે ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
 
મહત્ત્વનું છે કે, કાર્યક્રમ દરમિયાન છતના પોપડા પડતાં દોડધામ મચી હતી. પ્રતાપપુરા પ્રાથમિક શાળાના 12 વર્ગખંડમાંથી 4 વર્ગખંડને વર્ષ 2017-18માં ડિસમેન્ટલ જાહેર કરવામાં આવ્યા હતા. 8 વર્ગખંડમાં હાલ 400 જેટલા બાળકો અભ્યાસ કરે છે. પરંતુ તે પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. 

સંબંધિત સમાચાર

Next Article