પાસ કન્વીનર મનોજ પનારાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને હાર્દિકને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ અને ઉમાધામના પ્રમુખ પ્રહલાદ પટેલના હસ્તે 3 વાગ્યે પારણા કરાવવાની જાહેરાત કરી છે. આ માટે ખોડલધામના નરેશ પટેલ અમદાવાદ આવવા રાજકોટથી રવાના થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ છેલ્લા 19 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. તેના સમર્થનમાં દેશભરમાંથી નેતાઓ, લોકો આવી રહ્યા છે. પાટીદારો જ નહીં અન્ય સમાજનું પણ તેને સમર્થન મળી રહ્યું છે, ત્યારે આજે હાર્દિકના પારણાની જાહેરાત કરવામાં આવી છે. અમારી સમાજની સંસ્થાના પ્રતિનિધિઓ આવેલા હાર્દિકને પારણાં કરી લેવા જોઈએ તેવી વડીલોએ વાત કરી હતી વડીલો કહ્યું હતું કે આખો સમાજ મુખ્ય સંસ્થાઓમાં ખોડલધામ અને ઉમિયાધામ અને તેની અંતર્ગત બીજા સંસ્થાઓ, સમાજના લોકો બધીની - વિનંતી લઈને હાર્દિકના પારણાં કરવા આવ્યા હતા સમાજના મોભી, ઉદ્યોગપતિ, સમાજના આગેવાનો એકત્ર થયા અને પાંચ છ અમારી વચ્ચે આવ્યા સમાજની માંગણી છે કે 6 સંસ્થાઓ અને પેટાસંસ્થાઓના પ્રતિનિધિ થઈ અમે આગ્રહ કરીએ છીએ કે પારણાં કરી લેવા જોઈએ હાર્દિકે કાલે સમય આપીને જાહેરાત કરવા કહ્યું હતું તમામે કન્વીનરો અને આંદોલનકારીઓ, યુવાનો અને સોશિયલ મીડિયાના એક્ટિવિસ્ટોનો ટેલિફોનિક સંપર્ક કરીને સમાજની વાત કરી ડો. બાબા સાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે જણાવ્યું હતું કે, સરકાર જાણી જોઈને હોમ હવન કરાવી દેશમાં અરાજકતા, સમાજમાં વિદ્રોહ કરાવી, ઈમરજન્સી લાદી ફરી સત્તામાં આવવા માંગે છે.