Kanya Pujan Rules- હિંદુ ધર્મમાં કન્યા પૂજનનું વિશેષ મહત્વ છે. માત્ર નવરાત્રી જ નહીં કોઇ પણ શુભ કાર્ય પૂર્ણ થયા બાદ કન્યાની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. શારદીય નવરાત્રિની આઠમ અને નવમી પર કન્યા ભોજનનું આયોજન કરવામાં આવે છે. જ્યાં આઠમના રોજ પારણા થાય છે તે આઠમ પર અષ્ટમી અને જ્યાં નવમીના દિવસે પારણા થાય છે ત્યાં તેઓ નવમી
પર કન્યા પૂજા કર્યા પછી કન્યા ભોજનું આયોજન કરે છે. કન્યા પૂજાને કુમારિકા પૂજા પણ કહેવામાં આવે છે. કન્યાની પૂજા કરવાથી દેવી દુર્ગાની સંપૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે.