કન્યા પૂજન વિધિ - આ રીતે છે કન્યાભોજ કરાવવાની સૌથી સરળ વિધિ
શુક્રવાર, 20 ઑક્ટોબર 2023 (11:04 IST)
નવરાત્રીની અષ્ટમી અને નવમીના દિવસે 2 થી લઈને 9 વર્ષ સુધીની નાનકડી કન્યાઓના પૂજનનો ખાસ મહત્વ છે. આ નાની કન્યાઓને સુંદર ગિફ્ટસ આપી તેનો દિલ જીતી શકાય છે. તેના માધ્યમથી નવદુર્ગાને પણ પ્રસન્ન કરી શકાય છે. પુરાણોની દ્ર્ષ્ટિએ કન્યાઓને એક ખાસ પ્રકારની ભેંટ આપવી શુભ હોય છે.
કન્યા પૂજનમાં 2-3 થી 9 વર્ષની કન્યાઓના જ પૂજન કરવી જોઈએ. તેનાથી ઓછી કે વધારે ઉમ્રની કન્યાઓની પૂજા વર્જિત છે. તમારી ઈચ્છા મુજબ, નવ દિવસ સુધી કે નવરાત્રના અંતિમ દિવસ કન્યાઓને ભોજન માટે આમંત્રિત કરવું. કન્યાઓને આસન પર એક લાઈનમાં બેસાડો.
કન્યા પૂજન વિધિ
નવ કન્યાઓ અને એક બાળકના પગ ધોઇને તેને આસન પર બેસાડો
દરેક કન્યાને કંકુ અને ચોખાથી તિલક કરો
કન્યાઓ માટે બનાવવામાં આવેલા ભોજનમાંથી થોડુ ભોજન લઇને પૂજા સ્થાન પાસે મૂકો
બાદમાં બધી કન્યાઓને ભોજન પીરસો
તેમને પ્રસાદના રૂપમાં ફળ, દક્ષિણા અને ઉપયોગની વસ્તુઓ આપો
દરેક કન્યાના પગે પડીને તેમના આશીર્વાદ લો અને તેમને સન્માનપૂર્વક વિદાય આપો
નવ કન્યાનું પૂજન નવ દેવી તરીકે અને એક બાળકનું પૂજન બટુક ભૈરવ તરીકે કરવામાં આવે છે.