ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં ઈંસેફલાઈટિસ દ્વારા બાળકોના થઈ રહેલા મોતની વચ્ચે રાજ્યમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી છે.. સીએમે ઈંસેફલાઈટિસ માટે પ્રમુખ રૂપે ગંદકીને જવાબદાર ઠેરવી છે અને યૂપીને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા પર બળ આપ્યુ છે. સીએમે આજે 19 ઓગસ્ટના રોજ ગોરખપુરમાં સ્વચ્છ ઉત્તર પ્રદેશ, સ્વસ્થ ઉત્તર પ્રદેશ અભિયાનની શરૂઆત કરતા શહેરની એક ગલીમાં સાફ સફાઈ અને ઝાડૂ લગાવી. આ અવસર પર યોગી આદિત્યનાથે ગોરખપુર મામલે થઈ રહેલ રાજનીતિકરણ પર ગુસ્સો વ્યક્ત કર્યો.. તેમણે આજે ગોરખપુરની મુલાકાત લેવા આવી રહેલ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યુ. યોગીએ કહ્યુ કે દિલ્હીમાં બેસેલા કોઈ યુવરાજ સ્વચ્છતા અભિયાનનું મહત્વ નહી સમજી શકે.. ગોરખપુર તેમને માટે પિકનિક સ્પોટ બને એની મંજૂરી ન આપવી જોઈએ. ઉલ્લેખનીય છેકે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ આજે ગોરખપુરની મુલાકાત લેવાના છે. રાહુલ ગાંધી ગોરખપુરમાં ઈંસેફલાઈટિસ તાવથી મૃત પામેલ બાળકોના પરિવારની મુલાકાત લેશે.