કેરલના બાબા સુરેશ દૂર દૂર સુધી સ્નૈક માસ્ટરના નામથી ખૂબ જાણીતા છે. તે એવા સ્નેક ચાર્મર છે જેમના ઈશારા પર સાંપ અને કિંગ કોબરા જેવા ખતરનાક જીવ તેમની સામે નતમસ્તક થઈ જાય છે. તે સાંપ સાથે કોઈ રમકડાની જેમ રમે છે. સુરેશને એક બે વાર નહી પણ 3000થી વધુ વાર સાંપ કરડી ચુક્યો છે છતા પણ તેમનો ઉત્સાહ બિલકુલ ઓછો થયો નથી. હવે તો તેમને સાંપના હાવભાવ અને બોડી લેગ્વેઝનો એટલો અંદાજ થઈ ચુક્યો છે કે તે પહેલા જ જાણી લે છે કે ક્યારે કયો કોબરા શુ કરવાનો છે.
સુરેશ 44 વર્ષના છે અને તે ખૂબ ઓછી વયથી સાંપને પકડવાના અને તેને વશમાં કરવાનું કામ કરી રહ્યા છે. તે અત્યાર સુધી 30 હજારથી વધુ સાંપને પકડી ચુક્યા છે. ફક્ત સાંપ જ નહી પણ તે જુદા જુદા ઝેરીલા જીવ જંતુઓને પણ સહેલાઈથી કાબુમાં કરે છે. બાબા સુરેશની દુનિયાભારમાં એક ખાસ ઓળખ છે. તેમના આ ખાસ પણ ખતરનાક શોખને કારણે જ તેમને સ્નેકમેન કહેવામાં આવે છે.
સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક પર પણ તે ખૂબ લોકપ્રિય છે. તેમને પોતાના નામથી ફેસબુક પર એક પેજ બનાવ્યુ છે. સુરેશ દ્વારા અત્યાર સુધી પકડાયેલા કુલ સાંપોમાં 65 કિંગ કોબરાનો સમાવેશ થાય છે. એવુ કહેવાય છે કે કેરલ સરકારે તેમને સરકારી નોકરીની ઓફર પણ કરી હતી પરંતુ તેમણે તે ઠુકરાવી દીધી હતી.
સુરેશનુ માનવુ છે કે જો તેઓ નોકરી કરવા માંડશે તો સમાજના લોકોની મદદ કરવામાં મુશ્કેલી આવી શકે છે.. સુરેશે જણાવ્યુ કે સાંપ બાળપણથી જ મારા જીવનનો ખાસ હિસ્સો રહ્યા છે. હુ એ નથી જાણતો કે સાંપ પ્રત્યે મને આટલો પ્રેમ કેમ છે ? બાળપણમાં હુ જોતો હતો કે લોકો સાંપને મારી નાખતા હતા એ જ સમયે મારા મનમાં તેમના પ્રત્યે સંવેદના જાગી અને હુ તેને બચાવવા માટે આગળ આવ્યો..
જો મિત્રો તમને અમારો આ વીડિયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરજો.. અને હા અમારી વેબદુનિયા ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનુ ભૂલશો નહી..