ભારત પાણી બંધ કરશે તો લોહીની નદીઓ વહેશે, ગભરાયેલા પાકિસ્તાને આતંકવાદી નેતા હાફિઝ સઈદનો જૂનો વીડિયો કર્યો વાયરલ

Webdunia
ગુરુવાર, 24 એપ્રિલ 2025 (15:20 IST)
Terrorist leader Hafiz Saeeds threat to India: કુખ્યાત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક અને હાલમાં જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ મોહમ્મદ સઈદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેણે કહ્યું છે કે જો ભારત સિંધુ નદીનું પાણી રોકશે તો નદીમાં લોહી વહેશે. હાફિઝ મુંબઈ 26/11 હુમલાનો માસ્ટરમાઇન્ડ પણ છે. ઉલ્લેખનીય છે કે ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે.

ALSO READ: Pahalgam Attack આતંકવાદીઓ વિશે માહિતી આપનારને ઈનામની જાહેરાત
જો કે હાફિઝનો આ વીડિયો જૂનો છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આ વીડિયો દ્વારા ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહી છે. હકીકતમાં, થોડા વર્ષો પહેલા પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિને લઈને વિવાદ થયો હતો. કદાચ આ વીડિયો તે સમયનો છે.

ALSO READ: Pahalgam terror attack - પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનીઓને વિઝા છૂટ્ બંધ, જાણો શું છે સાર્ક વિઝા યોજના ?
કોણ છે હાફિઝ સઈદઃ હાફિઝ સઈદ કુખ્યાત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો સ્થાપક છે અને હાલમાં જમાત-ઉદ-દાવા નામના સંગઠનનો વડા છે. 26/11ના હુમલાનો માસ્ટરમાઈન્ડ સઈદ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં સામેલ છે.

સંબંધિત સમાચાર

Next Article