J&K - સુરક્ષાબલો પર મોટો આતંકી હુમલો, 2 જવાન શહીદ, 2 નાગરિકોના મોત

Webdunia
શનિવાર, 12 જૂન 2021 (13:42 IST)
જમ્મુ-કાશ્મીરના સોપોરના આરામપોરામાં નાકા પર આતંકવાદીઓએ પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમ પર હુમલો બોલ્યો છે. આ આતંકવાદી હુમલામાં બે પોલીસ કર્મચારીઓ અને બે નાગરિકોનો જીવ ગયો જ્યારે કે  બે અન્ય પોલીસ કર્મચારી ઘાયલ થયા છે. કાશ્મીરના આઈજી વિજય કુમારે જણાવ્યુ કે આ હુમલા પાછળ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો હાથ છે. 
 
ઉલ્લેખનીય છેકે આ પહેલા શુક્રવારે પણ જમ્મુ-કાશ્મીરના શોપિયામાં થોડાક આતંકવાદીઓને સુરક્ષા બળોના એક દળ પર હુમલો કર્યો હતો. જોકે ઘટનામાં જાનમાલનુ કોઈ નુકશના થયુ નથી. 
 
બીજી બાજુ આ અઠવાડિયે સુરક્ષા બળોએ જમ્મુ-કાશ્મીરના પુલવામાં જીલ્લામાં પાચ કિલોગ્રામ વિસ્ફોટક જપ્ત કર્યો હતો. સેનાના પ્રવક્તાએ શ્રીનગરમાં કહ્યુ કે આજે સવારે ચલાવેલ શોઘ અભિયાન દરમિયાન આ વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી. દક્ષિણ કાશ્મીર જીલ્લાના ત્રાલ વિસ્તારની પાસે સોઈમૂહમાં ભારે માત્રામાં વિસ્ફોટક સામગ્રી હોવાની ગુપ્ત સૂચના મળ્યા બાદ તપાસ અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ. 

સંબંધિત સમાચાર

Next Article