તિરંગાનું ઘોર અપમાન! - કચરાની ગાડીમાં લાવીને લોકોને વહેંચી રહ્યા છે રાષ્ટ્રીય ધ્વજ

Webdunia
રવિવાર, 14 ઑગસ્ટ 2022 (14:52 IST)
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત 13 ઓગસ્ટથી થઈ ગઈ છે. જે 15 ઓગસ્ટ સુધી ચાલશે. સૌ કોઈ આ અભિયાનનો ભાગ બનવા માટે પોતપોતાના ઘર પર તિરંગો ઝંડો ફરકાવી રહ્યા છે. આ તમામની વચ્ચે રામનગર અયોધ્યા જિલ્લામાં તિરંગાનું અપમાન થતું હોવાનું સામે આવ્યું છે. જેનો વીડિયો સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પોતાના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો છે. 
 
અખિલેશ યાદવે બુલંદશહેર જિલ્લાનો વીડિયો શેયર કર્યો છે જેમાં જોવાઈ રહ્યો છે કે નગર નિગમની જે ગાડીમાં કચરો ઉપાડવાનો કામ કરે છે તેમા રાષ્ટ્રીય ધ્વજ લાવીને વહેંચી રહ્યા છે. 

સંબંધિત સમાચાર

Next Article