જલ્દી જ અયોધ્યામાં ખુલશે KFC, બસ માનવી પડશે આ શરત

Webdunia
બુધવાર, 7 ફેબ્રુઆરી 2024 (15:12 IST)
kfc in ayodhya


-  અયોધ્યા માટે  KFCએ પોતાનો એક જુદો મેન્યુ બનાવ્યો છે 
-  અહી કોઈપણ પ્રકારનુ મીટ પ્રોડક્ટ વેચવા પર રોક છે.
-   કેએફસી દુનિયાભરમાં પોતાના ચિકન માટે જાણીતી છે.

 
KFC in Ayodhya : અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પછીથી દરરોજ તેમના દર્શન માટે લાખોની સંખ્યામાં ભક્તોની ભીડ આવી રહી છે.  જેને કારણે અયોધ્યામાં હોટલ, રેસ્ટોરેંટ અને અન્ય વસ્તુઓનો વેપાર કરનારાઓની પણ લાંબી લાઈન લાગી ગઈ છે. ફક્ત ભારતીય જ નહી અનેક ઈંટરનેશનલ બ્રાંડ પણ પોતપોતાના આઉટલેટ્સ ખોલવાની તૈયારી કરી રહ્યા છે. આ કડીમાં સમાચાર આવી રહ્યા છે કે ટૂંક સમયમાં જ અયોધ્યામાં કેંટુકી ફ્રાઈડ ચિકન (KFC) પોતાની દુકાન ખોલવાનુ છે. જેને માટે  KFCએ પોતાનો એક જુદો મેન્યુ બનાવ્યો છે  કારણ કે અયોધ્યાને માંસાહારથી મુક્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. અહી કોઈપણ પ્રકારનુ મીટ પ્રોડક્ટ વેચવા પર રોક છે.  
 
આધ્યાત્મિક નગરની મુજબ રહેશે મેન્યૂ 
મળતી માહિતી મુજબ શહેરની સખત 'ફક્ત શાકાહારી નીતિ' ને જોતા કેએફસી (KFC) એ પોતાના મેન્યુમાં મોટા ફેરફારો કરતા તેને શાકાહારી બનવુ પડશે. સાથે જ કેએફસીને જો અયોધ્યામાં એંટ્રી જોઈએ છે તો આધ્યાત્મિક નગરીના અનુરૂપ ખુદને ઢાળવી પડશે. ઉલ્લેખનીય છે કે કેએફસી દુનિયાભરમાં પોતાના ચિકન માટે જાણીતી છે. 
 
KFC માટે મુકવામાં આવી આ શરતો 
અયોધ્યામાં  KFCને જો એંટ્રી જોઈએ તો આ માટે તેણે કેટલીક શરતોનુ પાલન કરવુ પડશે. આ વિશે માહિતી આપતા અયોધ્યા વિકાસ પ્રાધિકરણના ઉપાધ્યક્ષ વિશાલ સિંહે જણાવ્યુ કે કેએફસીએ અયોધ્યા-લખનૌ રાજમાર્ગ પર પોતાની યૂનિટ સ્થાપિત કરી છે. કારણ કે અમે રામ મંદિરની આજુબાજુ માંસાહારી ખાદ્ય પદાર્થો વેચવાની અનુમતિ નથી આપતા.  જો કેએફસી ફક્ત શાકાહારી વસ્તુઓ વેચવાનો નિર્ણય કરે છે તો અમે તેમને સ્થાન આપવા તૈયાર છે. અમે તેમનુ પણ ખુલ્લા દિલે સ્વાગત કરીએ છીએ. પણ એક જ રોક છે કે તે પંચ કોસીની અંદર માંસાહારી ખાદ્ય પદાર્થ ન વેચે. 

સંબંધિત સમાચાર

Next Article