સલમાન ખાનને મળી ગઈ જામીન, જેલમાંથી બહાર આવશે સલમાન ખાન

Webdunia
શનિવાર, 7 એપ્રિલ 2018 (15:46 IST)
કાળા હરણના શિકારામાં સજા કાપી રહેલ સલમાન ખાનની જામીન અરજી પર આજે સેશન કોર્ટમાં સુનાવણી થવાની છે. સલમાનને કાળા હરણનો શિકાર મામલે જોધપુર કોર્ટે પાંચ વર્ષની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ લગાવ્યો છે.  સેશન કોર્ટની સુનાવણીમાં આજે આ નિર્ણય થવાનો છે કે સલમાન ખાનને બેલ મળશે કે તેમને - જેલમાં જ રહેવુ પડશે. 
 
Live Update :

- સલમાન ખાનને જામીન મળી ગઈ છે. સલમાન ખાનને કોર્ટ પાસે 50 હજાર રૂપિયાના જામિનખત પર જામીન  મળી છે. 
- સલમાનના બોડીગાર્ડ શેરા સાથે કોર્ટ પહોંચી બહેન અલવીરા 
- જજ રવિન્દ્ર જોશી કોર્ટ પહોંચ્યા 
- સલમાનના કેસની સુનાવણી કરી રહેલ જજ ઘરેથી કોર્ટ માટે રવાના થયા. 
 
સુનાવણી કરનારા જજની ટ્રાંસફર થઈ 
 
આ પહેલા જે જજને સલમાને આ કેસની સુનાવણી કરવાની છે એ જજની  અડધી રાત્રે બદલી કરી નાખી છે.  રાજસ્થાનના 87 જજની એકસાથે બદલી થઈ છે જેમા સલમાનના કેસની સુનાવણી કરનારા જજ રવિન્દ્ર કુમાર જોશીના નામનો પણ સમાવેશ છે.  જજે શુક્રવારે સલમાનની જામીન અરજી પર નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. જે કારણે તેમને  બેલ ન મળી શકી. જજનું કહેવુ હતુ કે મામલાને વિસ્તારપૂર્વક વાંચ્યા વગર નિર્ણય સંભળાવી શકાય નહી. તેથી આ નિર્ણય સુરક્ષિત રાખવામાં આવશે. 

સંબંધિત સમાચાર

Next Article