પીએમ મોદીની મહત્વની બેઠક રદ્દ, કેબિનેટ વિસ્તાર પર ચર્ચાની હતી અટકળો, અમિત શાહ અને નડ્ડા સહિત સીનિયર નેતા થવાના હતા સામેલ

Webdunia
મંગળવાર, 6 જુલાઈ 2021 (12:20 IST)
કેન્દ્રીય કેબિનેટમાં વિસ્તારની ચર્ચાઓ વચ્ચે મંગળવારે સાંજે પીએમ નરેન્દ્ર મોદી તરફથી બોલાવેલ મીટિંગ રદ્દ થઈ ગઈ છે. આ મીટિંગમાં બીજેપી ચીફ જેપી નડ્ડ સહિત અનેક વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓને બોલાવી હતી. સાંજે 5 વાગ્યે થનારી આ મીટિંગમાં કેબિનેટમાં ફેરફાર અને વિસ્તાર પર વાત થવાની ચર્ચાઓ હતી. જો કે હવે આ બેઠક જ રદ્દ કરવામાં આવી છે. સૂત્રોના હવાલાથી આ માહિતી મળી છે. આ મીટિંગમાં મંત્રીઓની અત્યાર સુધીની પરફોર્મેંસ અને ભવિષ્યની યોજનાઓને અંગે તેમણે રજૂ કરેલું બ્લુપ્રિન્ટ પણ ચર્ચામાં રહ્યું હતું.
 
માનવામાં આવી રહ્યું છે કે ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને ધર્મેન્દ્ર પ્રધાન, પ્રહલાદ જોશી, પિયુષ ગોયલ અને નરેન્દ્રસિંહ તોમર જેવા અન્ય ઘણા કેન્દ્રીય પ્રધાનો આ બેઠકમાં ભાગ લેશે. આ પહેલા 20 જૂને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનો સાથે બેઠક કરી હતી. આ દરમિયાન તેમણે 2019 થી 2021 સુધી સરકારની કામગીરી અંગે વાત કરી હતી અને મંત્રીઓનો પ્રતિસાદ પણ લીધો હતો. કેન્દ્રીય મંત્રીમંડળમાં કુલ 79 મંત્રીઓ હોઈ શકે છે, જેમાંથી હાલમાં ફક્ત 53 છે. આમ 26 નવા મંત્રીઓ માટેની જગ્યાઓ ખાલી છે.
 
મોદી સરકારના બીજા કાર્યકાળમાં આ પ્રથમ વખત છે, જ્યારે કેબિનેટ વિસ્તરણની ચર્ચા ચાલી રહી છે. આવતા વર્ષે 5 રાજ્યોમાં યોજાનારી ચૂંટણીઓ માટે પણ આનું કારણ માનવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ભાજપ ઇચ્છે છે કે આ વિસ્તરણમાં પ્રાદેશિક અને સામાજિક સંતુલન જળવાય. વિશેષ રૂપે ઉત્તર પ્રદેશ, હિમાચલ જેવા રાજ્યોને લઈને પાર્ટી ચિંતિત છે. આ દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયા, અસમના પૂર્વ સીએમ સર્વાનંદ સોનોવાલ, એલજેપી નેતા પશુપતિ નાથ પારસ જેવા નેતાઓનાં નામ ચર્ચામાં છે. સિંધિયા ગયા વર્ષે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.  

સંબંધિત સમાચાર

Next Article