પ્રકાશ સિંહ બાદલના નિધન બાદ કેન્દ્રએ જાહેર કર્યો બે દિવસનો રાષ્ટ્રીય શોક , ગુરુવારે થશે અંતિમ સંસ્કાર

Webdunia
બુધવાર, 26 એપ્રિલ 2023 (00:22 IST)
ચંદીગઢ: પંજાબના પૂર્વ સીએમ અને શિરોમણી અકાલી દળના નેતા પ્રકાશ સિંહ બાદલના નિધન બાદ કેન્દ્ર સરકારે બે દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. પ્રકાશ સિંહનું મંગળવારે મોડી સાંજે 95 વર્ષની વયે મોહાલીની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. ગયા અઠવાડિયે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બાદલના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી.

<
પ્રકાશ સિંહ બાદલના નિધન બાદ કેન્દ્રએ જાહેર કર્યો બે દિવસનો રાષ્ટ્રીય શોક , ગુરુવારે થશે અંતિમ સંસ્કાર
 
મૃતદેહને ચંદીગઢ પાર્ટી ઓફિસમાં લોકોના દર્શન માટે રાખવામાં આવશે
 
બીજી તરફ, બુધવારે સવારે 10 વાગ્યે, તેમના પાર્થિવ દેહને શિરોમણી અકાલી દળના પાર્ટી કાર્યાલય, સેક્ટર-28, ચંદીગઢમાં લઈ જવામાં આવશે, જ્યાં સામાન્ય લોકો બપોરે 12 વાગ્યા સુધી મુલાકાત લઈ શકશે.
આ પછી, અંતિમ યાત્રા ચંદીગઢથી શરૂ થશે અને ગામ બાદલ જશે. આ દરમિયાન રાજપુરા, પટિયાલા અને પછી બરનાલા થઈને સંગરુર, રામપુરા ફૂલ થઈને ભટિંડા થઈને બાદલ ગામ પહોંચશે. જ્યાં 27 એપ્રિલને ગુરુવારે બપોરે 1 કલાકે સંપૂર્ણ સરકારી સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

Next Article