નિર્ભયા કેસના દોષીઓને એક સાથે જ ફાંસી, 7 દિવસમાં અજમાવી લે બધા કાયદાકીય વિકલ્પ - દિલ્હી HC

Webdunia
બુધવાર, 5 ફેબ્રુઆરી 2020 (17:28 IST)
નિર્ભયા કાંડના દોષિતોને વહેલી તકે ફાંસી પર લટાકાવવા માટેની કેન્દ્ર સરકારની અને દિલ્હી પોલીસની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે.
 
કોર્ટે કહ્યુ હતુ કે, તમામને એક સાથે ફાંસી થશે.તેની સાથે સાથે કોર્ટે તમામ આરોપીઓને તેમને મળતા કાનૂની વિકલ્પોનો ઉપયોગ એક સપ્તાહની અંદર કરી લેવાનો આદેશ આપ્યો છે.
 
આ દોષિતોની દયા અરજી ફગાવી દેવામાં આવી છે અથવા કોઈપણ ફોરમમાં તેમની કોઈ અરજી પેન્ડિંગ નથી. તેમને ફાંસી પર લટકાવવામાં આવે. કોઈ એક દોષીની અરજી પેન્ડિંગ હોવા પર બાકી 3 દોષિતોને ફાંસીથી રાહત ના આપવામાં આવી શકે. આ મામલે દિલ્હી હાઈકૉર્ટે રવિવારનાં ખાસ સુનાવણી કર્યા બાદ પોતાનો આદેશ સુરક્ષિત રાખી લીધો છે. નિર્ભયાનાં માતા-પિતાનાં વકીલોએ મંગળવારનાં દિલ્હી હાઈકોર્ટનાં ન્યાયાધીશ સુરેશ કુમાર કૈતની સમક્ષ મામલાને તાત્કાલિક રજૂ કર્યો અને સામૂહિક દુષ્કર્મ તેમજ હત્યાનાં ચારેય દોષિતોની વિરુદ્ધ ડેથ વોરંટ પરથી રોક હટાવવાની માંગ કરનારી કેન્દ્રની અરજીનું જલદી નિરાકરણ લાવવાની માંગ કરી

સંબંધિત સમાચાર

Next Article