નરોડા પાટિયા રમખાણ - ગુજરાત હાઈકોર્ટમાંથી માયા કોડનાની મુક્ત, બાબૂ બજરંગીની સજા કાયમ

Webdunia
શુક્રવાર, 20 એપ્રિલ 2018 (12:52 IST)
ગુજરાતમાં 2002ના નરોડા પાટિયા રમખાણ મામલે નોંધાયેલ અપીલ પર શુક્રવારે ગુજરાત હાઈકોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો. હાઈકોર્ટે માયા કોડનાનીને મુક્ત કરી દીધી છે. બીજી બાજુ બજરંગીની સજાને કાયમ રાખવામાં આવી છે અને નરોડા રમખાણ પીડિત માટે વળતળની માંગણીવાળી અરજીને ગુજરાત હાઈકોર્ટે રદ્દ કરી દીધી છે. 
 
નરોડા પાટીયા કેસમાં કુલ 97 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં માયા કોડનાનીનું નામ આપવામાં આવ્યું ન હતું. પણ SITની તપાસમાં તેમનું નામ આપવામાં આવ્યું તે કોર્ટે ધ્યાનમાં લીધું છે. પુરાવાના અભાવે માયા કોડનાનીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.  તેવું અવલોકન કોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે.
 
ગુજરાત હાઈકોર્ટ દ્વારા નરોડા પાટિયા કેસમાં ગુજરાત હાઈકોર્ટની ડિવિઝનલ બેંચ દ્વારા આપવામાં આવેલા ચૂકાદામાં  નીચલી કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા તેવા ત્રણ લોકોને ઉપલી કોર્ટે દોષિત સાબિત કર્યા છે. આજે નરોડા પાટિયા કેસ અંગેનો ચુકાદો આપવામાં આવ્યો છે.  બે કેસ હતા. નરોડા ગામ અને નરોડા પાટિયા કેસ. નરોડા પાટિયા કેસમાં કુલ 31 લોકો હતા.
 
આ કેસમાં કુલ 31 આરોપીઓની સજા સામે અપીલ થઈ હતી. આ કેસમાં બાબુ બજરંગીને જીવે ત્યાં સુધી કેદમાં રાખવાની સજા હાઈકોર્ટે માન્ય રાખી છે. બાબુ બજરંગી વિશ્વ હિન્દુ પરિષદનો નેતા છે અને પ્રવિણ તોગડિયાની નજીકનો માણસ ગણાય છે
 
ન્યાયમૂર્તિ હર્ષા દેવાની અને ન્યાયમૂર્તિ એ એસ સુપેહિયાની પીઠે મામલામાં સુનાવણી પુરી થયા પછી ગયા વર્ષે ઓગસ્ટમાં પોતાનો આદેશ સુરક્ષિત રાખી લીધો હતો. ઓગસ્ટ 2012માં એસઆઈટી મામલા માટે વિશેષ કોર્ટે રાજ્યની પૂર્વ મંત્રી અને ભાજપા નેતા માયા કોડનાની સહિત 32 લોકોને આજીવન જેલની સજા સંભળાવી હતી. 
 
A4 16 વર્ષ પહેલા 28 ફેબ્રુઆરી 2002ના દિવસે અમદાવાદ શહેરના નરોડા પાટિયા વિસ્તારમાં સૌથી મોટો નરસંહાર થયો હતો. 27 ફેબ્રુઆરી 2002એ ગોધરા સાબરમતી એક્સપ્રેસના ડબ્બા સળગાવવાની ઘટના બન્યા બાદ બીજા દિવસે ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા, ત્યારે નરોડામાં મોટો નરસંહાર થયો હતો. નરોડા પાટિયામાં થયેલા તોફાનોમાં 97 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. તેમાં 33 લોકો ઘાયલ થયા હતા.
 
A5 નરોડા પાટિયા નરસંહારને ગુજરાત તોફાનો દરમિયાન થયેલો સૌથી ભીષણ નરસંહાર ગણાવવામાં આવ્યો હતો. આ સૌથી વિવાદસ્પદ કેસ પણ છે. આ ગુજરાત તોફોનોમાં જોડાયેલા નવ કેસમાંથી એક છે, જેની તપાસ એસઆઇટીએ કરી હતી.

સંબંધિત સમાચાર

Next Article