પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે એક વાર ફરી "મન કી બાત" કાર્યક્રમમાં દેશવાસીઇને સંબોધિત કર્યા. મોદીએ મુશ્કેલીઓના સામનો કરવા છતાંય ભ્રષ્ટાચારથી લડવા માટે નોટબંદીનો સમર્થન માટે લોકોના આભાર જાહેર કર્યા.
પીએમ મોદીની ‘મન કી બાત’ ની ખાસ વાતો
- નોટબંધીનો નિર્ણય મુશ્કેલીભર્યો છે, નિર્ણય લેતી વખતે પરેશાનીનો અંદાજ હતો .
-નોટબંધીના નિર્ણયને લાગુ કરવો સૌથી મોટું કદમ. તેને ઠીક કરતા 50 દિવસ તો લાગી જ જશે.
-70 વર્ષથી દેશ જે બીમારીથી પરેશાન છે તેમાંથી બહાર નીકળવું ઘણું મુશ્કેલ છે .
-પરંતુ તમને લોકોને ભ્રમિત કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. તો પણ તમે ભલી-ભાંતિ તેનો સ્વીકાર કર્યો છે .
-દેશના 125 કરોડ દેશવાસીઓને વિશ્વાસ જ વિશ્વાસ છે.
-મને પૂર્ણ વિશ્વાસ છે કે ભારત તેમાં સફળ રહેશે.
-દેશના ઘણા લોકોની ખરાબ આદતો જતી જ નથી.
-લાખો બેંક કર્મચારી રાત દિવસ દેશ હિતના આ મહાયજ્ઞમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે .
-બેંકકર્મીએ હોસ્પિટલમાં જઈને દર્દીને આપી નવી નોટ તે કદમ પ્રશંસનીય છે .
-જે લોકો પોતાના કાળાનાણાને સફેદ કરવા માટે ગરીબોનો સહારો લઇ રહ્યા છે તે ખોટું કરી રહ્યા છે. તેથી અમીર લોકો પોતાના ખોટા કામ માટે તેમના પ્રિય ગરીબોનો સહારો ન લે.
- નોટબંધીના કારણે પૈસા ચાર ગણા વધુ આવ્યા છે, તેનો ઉપયોગ ગામોમાં રસ્તા બનાવવા, વીજળી-પાણી પહોચાડવા માટે કરવામાં આવશે.
-ગત વર્ષની સરખામણીમાં રવી પાકના વાવેતરમાં વધારો થયો છે.
-નાના નાના કારોબારી અરબોનો કારોબાર કરે છે અને લોકો ટેકનોલોજીના માધ્યમથી વ્યાપાર કરી રહ્યા છે.
-દરેક નાના વેપારીઓને ટેકનોલોજીથી ડીઝીટલ લેણદેણ કરવા અપીલ કરી.
-અમારું સપનું છે કેશલેશ સોસાયટી.
- કેશલેસ સોસાયટી માટે ગરીબ પણ આગળ આવી રહ્યા છે. તે લોકોએ પણ પ્લાસ્ટિક મનીનો ઉપયોગ શરુ કરી દીધો છે .
-તમે સામાન્ય ફીચર ફોન દ્વારા પણ મની ટ્રાન્ઝેક્શન્સ કરી શકો છો. તેને વધુ સરળ બનાવવાની યોજના પર કામ ચાલી રહ્યું છે.
-કેશલેસ સોસાયટી બનાવવા માટે ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડથી થનાર ટ્રાન્ઝેક્શન્સ પરથી લાગતો વધારાનો ચાર્જ હટાવી લેવામાં આવ્યો છે .
-મારી તમને અપીલ છે કે તમારો સ્વભાવ જાળવી રાખો. કોઈપણ ઉત્સવ હોય, દેશના જવાનોને આપણે કોઈને કોઈ રીતે યાદ કરીએ .
-કાશ્મીરમાં બાળકોની સ્કૂલ સળગાવવાની ઘટના દુઃખદ છે.