Karunanidhi Death LIVE Updates: -એમ કરુણાનિધિના અંતિમ દર્શન કરવા માટે રાજાજી હોલમાં મચી નાસભાગ, 2ના 33 ઘાયલ

Webdunia
બુધવાર, 8 ઑગસ્ટ 2018 (14:46 IST)
તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકે પ્રમુખ એમ કરુણાનિધિનું મંગળવારે સાંજે 6.10 કલાકે અવસાન થયું હતું. તેઓ 94 વર્ષના હતા. કરૂણાનિધિની તબિયત સોમવારે વધારે કથળી હતી અને હોસ્પિટલ દ્વારા એક બુલેટિન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે આગામી 24 કલાક તેમના માટે મહત્વના છે. તેના પર નજર રાખવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરૂણાનિધિના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે.


Karunanidhi Death LIVE Updates
 
 
- એમ કરૂણાનિધિના દર્શન માટે રાજાજી હૉલની બહાર જમા સમર્થકોમાં 2ની મૌત 33 ઘાયલ 
 
- કરૂણાનિધિના નેત્રહીન સમર્થકોના રાજાજી હૉલમાં દ્રમુખ પ્રમુખને શ્રદ્ધાજળિ અર્પિત કરી. 
 
-ચેન્નઈના મરીના બીચમાં એમ કરૂણાનિધિના રાજકીય અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ. 
-  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કરુણાનિધિને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા 
 
– રાજાજી હોલમાં એમકે સ્ટાલિનની સાથે હાજર સપા નેતા અખિલેશ યાદવ અને આરજેડી નેતા તેજસ્વી યાદવ
 
– ચેન્નાઇ રાજાજી હોલમાં પણ નાસભાગમાં બે લોકોના મોત, 30 ઘાયલ
 
– હું તમને બધાને અપીલ કરું છું કે તમે શાંત રહો. હું મારા માટે કંઇ જ નથી ઇચ્છતો. હું માત્ર કરૂણાનિધિ માટે શ્રદ્ધાંજલિ ઇચ્છું છું: સ્ટાલિન
 
– કરૂણાનિધિના કોફીન પર અનોખુ સ્લોગન – એક વ્યક્તિ જે આરામ કર્યા વગર કામ કરતો રહ્યો, હવે તે આરામ કરી રહ્યો છે
- કરૂણાનિધિને શ્રદ્ધાંજલિ આપવા માટે વડાપ્રધાન મોદી ચેન્નાઇના રાજાજી હોલ પહોંચ્યા. તેમની સાથે રક્ષામંત્રી નિર્મલા સીતારમણ પણ હાજર છે
– એમ કરૂણાનિધિને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ રાજ્યસભાની કાર્યવાહી પણ 9 ઑગસ્ટ સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરાઇ
– મરીના બીચ પર સમાધિ માટે જમીન આપવાના કેસમાં મદ્રાસ હાઇકોર્ટ દ્વારા ડીએમકેના પક્ષમાં નિર્ણય આવ્યા બાદ ડીએમકે નેતા અને કરૂણાનિધિના દીકરા એમ.કે.સ્ટાલિન રડવા લાગ્યા
– લોકસભામાં એમ.કરૂણાનિધિને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સ્પીકર સુમિત્રા મહાજને 9 ઑગસ્ટના રોજ સવારે 11 વાગ્યા સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરી
– મરીના બીચ પર સમાધિ માટે જમીન આપવાનો કેસ: મદ્રાસ હાઇકોર્ટે ડીએમકેના પક્ષમાં આપ્યાનો પોતાનો નિર્ણય લીધો. કહ્યું – મરીના બીચ પર જ થશે એમ.કરૂણાનિધિના અંતિમ સંસ્કાર. ત્યાં જ બનશે તેમની સમાધિ.
– મરીના બીચ પર કરૂણાનિધિની સમાધિ માટે જમીન આપવાનો કેસ: મદ્રાસ હાઇકોર્ટમાં ચર્ચા પૂરી થઇ, થોડીક વારમાં આવી શકે છે નિર્ણય
– PM નરેન્દ્ર મોદી ચેન્નાઇ એરપોર્ટ પર પહોંચ્યા. કરૂણાનિધિને શ્રદ્ધાંજલિ આપવા ગયા છે પીએમ મોદી
 

 
 
કરૂણાનિધિના અંતિમ દર્શન માટે પીએમ મોદી અને રક્ષા મંત્રી નિર્મલા સીતારામણ બુધવારે સવારે 10.40 કલાકે ચેન્નાઈ પહોંચશે.
 
તમિલનાડુના પાટનગર ચેન્નાઈમાં મોડી રાત્રે મહાન નેતા કરૂણાનિધિને ગુમાવ્યા પછી નવો વિવાદ ઊભો થઈ રહ્યો છે. AIADMK સરકારે કરૂણાનિધિના દફનાવવા માટે મરીના બીચ પર જગ્યા આપવાની ના પાડી છે. આ પહેલા કરૂણાનિધિને દફનાવવા માટે ડીએમકે તરફથી મરીના બીચ પર સ્થાન માંગવામાં આવ્યું છે. જેના કારણે ડીએમકે હોસ્પિટલની બહાર ભારે વિરોધ શરૂ થઈ ગયો છે. આ મામલે મોડી રાત્રે મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી શરૂ કરશે.
 
કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ હુલુવાદી જી રમેશે કહ્યું કે, મરીના બીચ પર જગ્યા આપવાના મામલે રાત્રે 10.30 કલાકે સુનાવણી હાથ ધરવામાં આવશે. જ્યાં હાલમાં પૂર્વ મુખ્યમંત્રી સી રાજગોપાલચારી અને કે કામરાજનું સ્મારક આવેલ છે. ડીએમકેના કાર્યકારી અધ્યક્ષ એમ કે સ્ટાલિને રાજ્યના મુખ્યમંત્રી કે પલનીસ્વામીને પત્ર લખીને કરૂણાનિધિને સીએન અન્નાદુરઈના સ્થાન પર મરીના બીચ પર બનેલા સ્મારકની અંદર દફનાવવાની માંગણી કરી છે. સ્ટાલિન આ માટે સીએમ સાથે મુલાકાત પણ કરી હતી.
 
આ તરફ તમિલનાડુ સરકાર તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મદ્રાસ હાઈકોર્ટ તરફથી મરીના બીચ પર ઘણાં સ્થાનો પર હજી સુધી જગ્યા ફાળવવામાં આવી નથી. સરકાર સરદાર પટેલ રોડ પર રાજાજી અને કામરાજના સ્મારત પાસે બે એકર જગ્યા આપવા માટે તૈયાર છે. જ્યારે કેટલાંક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કરૂણાનિધિનું અવસાન ચાલું સત્તાએ થઈ તેથી સરકાર તેમને મરીના બીચ પર જગ્યા આપવાના મૂડમાં નથી.

સંબંધિત સમાચાર

Next Article