શ્રીનગર. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જીલ્લાના લાલ ચોક વિસ્તારમાં મોટો હુમલો થયો છે. અહી આતંકવાદીઓએ સોમવારે બીજેપી નેતા અને તેમની પત્ની ગોળીઓથી વીંધી નાખ્યા. ત્યારબાદ બંનેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. જ્યા પર બંનેયે દમ તોડી દીધો. આતંકી હુમલામાં માર્યા ગયા ગુલામ રસૂલ ડાર, કુલગામ બીજેપી કિસાન મોર્ચાના અધ્યક્ષ હતા. ઘટનાને લઈને બીજેપીની કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
<
#UPDATE | Gulam Rasool Dar, Kulgam BJP Kisan Morcha president, and his wife died in an attack by terrorists in Anantnag: Jammu & Kashmir BJP leader Altaf Thakur
— ANI (@ANI) August 9, 2021
async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
મળતી માહિતી મુજબ, આતંકવાદીઓ સોમવારે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના લાલ ચોકમાં કુલગામ કિસાન મોરચાના ભાજપના નેતા ગુલામ રસૂલ ડાર (સરપંચ) ના ભાડાના મકાનમાં ઘૂસ્યા હતા અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ભાજપના નેતા ડાર અને તેની પત્ની જવાહિરા બંને ગંભીર રૂપે ઘાયલ થઈ ગયા હતા. તેમને જીએમસી અનંતનાગ લઈ જવામાં આવ્યા. જોકે, બંનેને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. આતંકી હુમલાની માહિતી પહોંચેલી પોલીસે સુરક્ષા દળો સાથે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે.