ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પહેલા પાકિસ્તાનને અભિનંદન આપ્યા પછી તેનેઠપકો આપ્યો

Webdunia
બુધવાર, 16 ઑક્ટોબર 2024 (15:40 IST)
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાનમાં યોજાઈ રહેલી શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશનના સંમેલનમાં ભાગ લેવા ઇસ્લામાબાદ ગયા છે.
 
આ દરમિયાન તેમણે કહ્યું કે એસસીઓને આ વખતે દુનિયામાં ચાલી રહેલી તમામ ઊથલપાથલ વચ્ચે આવનારા પડકારોને પહોંચી વળવા સક્ષમ બનવું જોઈએ.
 
તેમણે કહ્યું કે, "એસસીઓનું પહેલું લક્ષ્ય આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ સામે લડવું છે અને હાલની પરિસ્થિતિઓમાં આ વધુ મહત્ત્વપૂર્ણ બન્યું છે."
 
એસ જયશંકરે કહ્યું કે, "આપણે ઈમાનદારીભરેલી વાતચીત અને એસસીઓ ચાર્ટરને લઈને પ્રતિબદ્ધ થવાની જરૂર છે. વૈશ્વીકરણ અને સંતુલન બનાવવાની પણ પોતાની સમસ્યાઓ છે પરંતુ એસસીઓ દેશોએ 
 
આનાથી આગળ વધીને વિચારવું જોઈએ."
 
તેમણે કહ્યું કે, "દેશો વચ્ચે સહયોગ પરસ્પર સન્માન, સંપ્રભુતા અને સમાનતા પર આધારિત હોવો જોઈએ, એકતરફી એજન્ડા પર નહીં."
 
ભારતીય વિદેશ મંત્રીએ કહ્યું કે, "એસસીઓના ઉદ્દેશ્યોને હાંસલ કરવા માટે આપણે પરસ્પર હિતોને ધ્યાનમાં રાખવા જોઈએ. એસસીઓ એવા દેશોનું પ્રતિનિધિત્વ કરે છે જે બદલાવમાંથી પસાર થઈ રહ્યા છે, જેના 
 
પર દુનિયાનો ભરોસો ટકેલો છે. આપણે આ જવાબદારી નિભાવવી જોઈએ."
 

સંબંધિત સમાચાર

Next Article