Positive Story - બાળકો પાસે ઓનલાઇન શિક્ષણ માટે સ્માર્ટફોન નહોતા, આચાર્યએ આખા ગામમાં લાઉડ સ્પીકર લગાવી નાખ્યા !!

Webdunia
શુક્રવાર, 26 જૂન 2020 (08:09 IST)
લોકડાઉનમાં બાળકોનો અભ્યાસ ન છુટે એ માટે જ્યાં દેશભરની મોટાભાગની શાળાઓ ઓનલાઇન અભ્યાસ કરાવી રહી છે  તે જ સમયે, ઝારખંડના આદિવાસી વિસ્તાર દુમકા ગામ બાનાકાથીમાં એક આચાર્ય શ્યામ કિશોરસિંહ ગાંધીએ  એક અનોખી પહેલ કરી છે.  તેમની શાળાના મોટાભાગના બાળકો પાસે સ્માર્ટફોન નથી, તેથી તેમની સમસ્યાને  જોતાં તેઓએ આખા ગામમાં લાઉડ સ્પીકર લગાવ્યા છે. તેની સહાયથી 16 એપ્રિલથી સતત બે કલાક ઓનલાઇન ક્લાસ આયોજીત કરવામાં આવી રહ્યા છે.
 
આ લાઉડ સ્પીકરો કાં તો ઝાડ પર અથવા દિવાલો પર લગાવેલા છે. કુલ સાત શિક્ષકોની મદદથી બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે. ગાંધીએ જણાવ્યું હતું કે, 'આ શાળા પહેલા ધોરણથી આઠમા ધોરણ સુધીના કુલ 246 વિદ્યાર્થીઓ છે અને 204 પાસે મોબાઈલ ફોન નથી. ક્લાસ સવારે દસ વાગ્યે શરૂ થાય છે. જો કોઈ વિદ્યાર્થીને કોઈ શંકા હોય અથવા તે કોઈ પ્રશ્ન પૂછવા માંગે છે, તો તે કોઈના પણ મોબાઇલથી તેની સમસ્યા મારી પાસે મોકલી શકે છે, બીજા દિવસે તેની સમસ્યા સમજાવવામાં આવે છે. તેમણે કહ્યું કે આ તકનીક કામ કરી રહી છે અને વિદ્યાર્થીઓ જે શીખવવામાં આવે છે તે સારી રીતે સમજી રહ્યા છે. ગામના વડીલો પણ તેમની આ વાતનુ સમર્થન આપી રહ્યા છે. તે કહે છે કે હવે બાળકો તેમના અભ્યાસનો આનંદ ઉઠાવી  રહ્યા છે.
 
આ પહેલની પ્રશંસા કરતા દુમકા જિલ્લા શિક્ષણાધિકારી પૂનમ કુમારીએ જણાવ્યું હતું કે, "આ પ્રયાસ પ્રશંસનીય છે. જિલ્લાની તમામ સરકારી શાળાઓએ આ મોડેલ અપનાવવું જોઈએ જેથી લોકડાઉન પછી શાળાઓ  ખુલશે ત્યારે શાળાઓને અને વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ પૂરો  કરવામાં કોઈ સંઘર્ષ ન કરવો પડે. તેણીએ આગળ કહ્યું કે, તે ટૂંક સમયમાં જ તે શાળા અને ગામની મુલાકાત લઈને શિક્ષણની આ પદ્ધતિની ચકાસણી કરશે. 

સંબંધિત સમાચાર

Next Article