હિમાચલ પ્રદેશ(himahal pradesh) ના ઉના જિલ્લામાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટ (factoryblast) થયો છે. બ્લાસ્ટમાં છ મહિલાઓના મોત અને 10થી પંદર મહિલાઓ દાઝી હોવાના સમાચાર આવ્યા છે. બ્લાસ્ટ બાદ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. બ્લાસ્ટ બાદ મહિલાઓ જીવતી સળગી ગઈ હતી. દુર્ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
ઉનાના હરોલીના ટાહલીવાલામાં એક ફટાકડાની ફેક્ટરીમાં આ બ્લાસ્ટ થયો હતો. દુર્ઘટના બાદ ઘટનાસ્થળે આગ લાગી ગઈ અને ત્યાં કામ કરતી મહિલાઓ જીવતી સળગી ગઈ. આગ પર હાલમાં કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.કેટલાય લોકો ઘાયલ થયા છે, તેનો પાક્કો આંકડો હજૂ સુધી જાણવા મળ્યો નથી. પણ ઘટનાસ્થળેથી છ મૃતદેહ મળી આવ્યા છે. જે તમામ મહિલાના છે. 30થી 35 કર્મચારી કામ કરી રહ્યા હતા