UP વિધાનસભા સુરક્ષામાં મોટી ચૂક, નેતા વિપક્ષની ખુરશી નીચેથી મળ્યુ High Grade PETN વિસ્ફોટક

Webdunia
શુક્રવાર, 14 જુલાઈ 2017 (10:50 IST)
ઉલ્લેખનીય છે કે PETN નામનુ આ પાવડર હાઈ ઈંટેસિટી એક્સપ્લોસિવ છે જે 12 જુલાઈની સાંજે જે વિધાનસભાની અંદર મળ્યો હતો. આ વિસ્ફોટક 50થી 60 ગ્રામની માત્રામાં મળ્યો છે. સંદિગ્ધ પાવડરના મળવાની સૂચના સૌથી પહેલા સીએમને આપવામાં આવી પણ કોઈ હંગામો ન થાય એ માટે સદનના ખતમ થવાની રાહ જોવામાં આવી. 
 
મામલા પછી ગુપચુપ રીતે તપાસ કરવામાં આવી. ફોરેંસિક એક્સપર્ટ બોલાવવામાં આવ્યા અને તેને તપાસ માટે મોકલવામાં આવ્યા. વિધાનસભા સુરક્ષા મુજબ વિધાનસભા ખતમ થયા પછી મોડી રાત્રે બોમ્બ નિરોધક ટીમ સહિત અનેક તપાસ ટીમોએ સમગ્ર વિધાનસભા ફંફોળી નકહ્યુ. જ્યારે વિધાનસભાના તમામ અધિકારી અને કર્મચારી ઘરે નીકળી ગયા ત્યારે આ વિસ્ફોટક પાવડરને ચૂપચાપ રીતે ફોરેંસિક તપાસ માટે મોકલવામાં આવ્યુ. 
 
સુરક્ષામા ચૂક પર વિપક્ષનું નિશાન 
 
સમાજવાદી પાર્ટીના નેતા ધનશ્યામ તિવારીએ કહ્યુ કે આ પ્રકારની ચૂક ખૂબ ચિંતાજનક છે. યૂપી વિધાનસભા પ્રદેશની સૌથી મહત્વપૂર્ણ સ્થાનમાંથી એક છે. તેમણે કહ્યુ કે સરકારે પ્રદેશની સુરક્ષા ચોક્કસ કરવી જોઈએ. બીજી બાજુ કોંગ્રેસ નેતા અખિલેશ પ્રતાપ સિંહે આ મુદ્દે કહ્યુ કે લખનૌ શહેરમાં લૂંટ પડી રહી છે.  આખા પ્રદેશમાં ક્રાઈમમાં વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન વિધાનસભાની સુરક્ષામાં આ પ્રકારની ચૂક ખૂબ ચિંતાજનક છે. 
 
તેમણે કહ્યુ કે સરકાર સુરક્ષાની વાત કરે છે પણ બીજેપીની સરકારે પ્રદેશ અને દેશની હાલત ખરાબ કરી નાખી છે. અખિલેશ પ્રતાપ સિંહે પીએમ મોદી પર નિશાન તાકતા કહ્યુ કે સુરક્ષામાં આ પ્રકારની ચૂક એ બતાવી રહી છે કે દેશ બદલ રહા હૈ... 
Next Article