એવી સાડી જે માચીસના ડબ્બીમા કરી શકાય છે પેક

Webdunia
બુધવાર, 12 જાન્યુઆરી 2022 (15:33 IST)
શુ તમે પશ્મીના  (ગરમ અને નરમ કપડા) વિશે સાંભળ્યું છે, જેને દુકાનદારો રિંગની વચ્ચેથી બહાર કાઢીને બતાવે છે.  રિંગમાં થી કાઢવાનુ તો છોડો પણ શુ તે એક માચીસના ડબ્બીમા પેક કરી શકાય છે?  જરા વિચારો કે જ્યારે માચીસમાં પશ્મીના ન આવી શકે તો તેમાં સાડી કેવી રીતે પેક કરી શકાય! પરંતુ તેલંગાણાના એક હેન્ડલૂમ વણકરે આ શક્ય કર્યું છે.  જી હા  તેમણે એવી  સાડીની ડિઝાઈન તૈયાર કરી છે, જે મેચબોક્સમાં ફિટ થઈ જાય છે. આ સાડીની તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ છે. તેમજ વણકરના કામને લોકો બિરદાવી રહ્યા છે.
આ અદ્ભુત કામ કરનાર વણકરનું નામ નાલ્લા વિજય  છે, જે રાજન્ના સિરસિલ્લા જિલ્લાના રહેવાસી છે. રિપોર્ટ અનુસાર, વિજયે મંગળવારે મંત્રી સબિતા ઈન્દ્રા રેડ્ડીને આ ખાસ સાડી ભેટમાં આપી હતી. વિજયે જણાવ્યું કે તેને આવી સાડી તૈયાર કરવામાં લગભગ 6 દિવસનો સમય લાગે છે.
તેઓ કહે છે કે જો સાડી તૈયાર કરવા માટે મશીનનો ઉપયોગ કરવામાં આવે તો આ કામ બે દિવસમાં પૂર્ણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે  જ્યારે પરંપરાગત લૂમ પર વણવામાં આવે આવે તો તેની કિમંત 12,000 રૂપિયા છે. જ્યારે સાડી મશીન પર બનાવવામાં આવે તો તેની કિંમત 8,000 રૂપિયા છે.

સંબંધિત સમાચાર

Next Article