ગેંગસ્ટર છોટા રાજનને બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા

Webdunia
બુધવાર, 23 ઑક્ટોબર 2024 (15:46 IST)
2001ના જયા શેટ્ટી હત્યા કેસના ચાર આરોપીઓમાંથી એક છોટા રાજનને બુધવારે બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા હતા. આ વર્ષની શરૂઆતમાં છોટા રાજનને ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

બૉમ્બે હાઈકોર્ટે હત્યાના 23 વર્ષ જૂના એક કેસમાં છોટા રાજનને જામીન આપ્યા છે.
 
સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર વર્ષ 2001માં હોટલ વેપારીની હત્યાના આરોપમાં છોટા રાજનને જનમટીપની સજા મળી હતી.
 
ત્યારે લાઇવલૉ અનુસાર અંડરવર્લ્ડ ગૅંગસ્ટર છોટા રાજનને વર્ષ 2001માં થયેલી જય શટ્ટીની હત્યા મામલે જામીન મળ્યા છે. આ મામલામાં પહેલાં રાજનને સજા થઈ ચૂકી છે.
 
છોટા રાજન પહેલાંથી જ પત્રકાર જે ડેની હત્યા મામલે સજા ભોગવી રહ્યો છે એટલે તેમનું જેલમાંથી બહાર આવવું મુશ્કેલ છે.
 
મુંબઈની એક વિશેષ અદાલતે વર્ષ 2018માં પત્રકાર જે ડેની હત્યાના મામલામાં મુખ્ય આરોપી છોટા રાજન સહિત બધા નવ દોષિતોને જનમટીપની સજા ફટકારી હતી.
 
મુંબઈના રહેવાસી જ્યોતિર્મય 'મિડ ડે' અખબારમાં સિનિયર ક્રાઇમ રિપોર્ટર હતા. પેપર માટે 'જે ડે'ના નામથી લખનારા જ્યોતિર્મયીની મુંબઈના પવઈમાં 11 જૂન 2011 ના ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
 

સંબંધિત સમાચાર

Next Article