Bharat Rice: સરકારે લોન્ચ કર્યો ભારત ચોખા, ભાવ પ્રતિ કિલો રૂ. 29, દર શુક્રવારે સ્ટોક જાહેર કરવો પડશે
ભારત ચોખા લોન્ચ કરતી વખતે, કેન્દ્ર સરકારે કહ્યું કે ચોખાના દર ઘટાડવા માટે સ્ટોક લિમિટ લાદવા સહિતના તમામ વિકલ્પો ખુલ્લા છે. તે નાફેડ, એનસીસીએફ અને કેન્દ્રીય ભંડારમાંથી વેચવામાં આવશે.
કેન્દ્ર સરકારે મોંઘવારી સામે ઝઝૂમી રહેલા લોકોને રાહત આપવા માટે ભારત બ્રાન્ડને પ્રમોટ કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત ભારત ચોખાને બજારમાં ઉતારવામાં આવશે. આવતા સપ્તાહથી આ સસ્તા ચોખા 29 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવશે. ઉપરાંત, સરકારે શુક્રવારે વેપારીઓને તેમના સ્ટોક જાહેર કરવા સૂચના આપી હતી જેથી કરીને ભાવને નિયંત્રણમાં રાખી શકાય.
કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપડાએ જણાવ્યું કે વિવિધ પ્રકારના ચોખાની નિકાસ પર પ્રતિબંધ છતાં છેલ્લા એક વર્ષમાં ચોખાની રીટેલ અને જથ્થાબંધ કિંમતોમાં લગભગ 15 ટકાનો વધારો થયો છે. તેથી ચોખાની કિંમતોને નિયંત્રિત કરવા માટે સરકારે નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED)અને નેશનલ કોઓપરેટિવ કંઝ્યૂમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NCCF)ના માધ્યમથી રીટેલ બજારમાં ભારત ચોખા વેચવાનો નિર્ણય કર્યો છે