ઓમિક્રોન વૈરિએંટથી સંક્રમિત હતા ડોક્ટર, ઠીક થયા પછી ફરી કોવિડ 19નો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Webdunia
મંગળવાર, 7 ડિસેમ્બર 2021 (17:20 IST)
ઓમિક્રોન વૈરિએંટી હવે આખી દુનિયાને પોતાની ચપેટમાં લેવુ શરૂ કર્યુ છે. ભારતમાં પણ હવે આ વૈરિએંટના 20થી વધુ કેસ સામે આવી ચુક્યા છે. આ દરમિયાન કેટલાક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બેંગલ્રુરુના જે ડોક્ટરને ઓમિક્રોન સ્વરૂપથી પીડિત જોવામાં આવ્યા તેઓ ઠીક થઈ ગયા હતા. તેઓ ઠીક થયા પછી એકવાર ફરી કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે. 
 
હાલ એ સ્પષ્ટ નથી કે તેમને બીજીવાર પણ ઓમિક્રોન વૈરિએંટ થી જ સંક્રમણ થયુ છે કે તેમની પહેલાની રિપોર્ટ ખોટી હતી. બેંગલુરૂના આ ડોક્ત ર દેશમાં ઓમિક્રોનથી સંક્રમિત થનારા પહેલા બે પીડિતોમાંથી એક હતા. એક વધુ કેસ દક્ષિણ આફ્રિકાના નાગરિક હતા જે થોડા  સમય સુધી ક્વારાંટિંન રહ્યા પછી પ્રાઈવેટ લેબમાંથી નેગેટિવ રિપોર્ટ મેળવ્યા પછી દુબઈ જતા રહ્યા. 
 
રિપોર્ટ પોઝિટીવ પણ કોઈ લક્ષણ બહી - બ્રુહત બેંગલુરુના મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે આ બાબતની પુષ્ટિ કરતા,  જણાવ્યું હતું કે, "એ વાત સાચી છે કે બેંગ્લોરના ડોકટરો, જેઓ અગાઉ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું, તેમનો રિપોર્ટ ફરીથી પોઝીટીવ આવ્યો છે. અધિકારીએ કહ્યું- "ડૉક્ટરને હવે આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તેમને કોઈ લક્ષણો નથી. આ દરમિયાન બેંગલુરૂ પોલીસે દક્ષિણ આફ્રિકાના એ નાગરિક વિરુદ્ધ કેસ નોંધી લીધો છે. જેને ઓમિક્રોનથી સંક્રમિત હોવા છતા દુબઈની ફ્લાઈટ પકડી લીધી હતી. પોલીસનુ કહેવુ છે કે મૂળ ગુજરાતના એ વ્યક્તિએ ઓફિસરોને પુછ્યા વ ગર પોતાનાક ક્વોરેંટીન નિયમોનુ ઉલ્લંઘન કર્યુ. 

સંબંધિત સમાચાર

Next Article