યુપીની યોગી સરકાર આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય દિપોત્સવનું આયોજન કરવા જઇ રહી છે.
અયોધ્યા મંદિર આજે 12 લાખ દિવાઓથી ઝળહળી ઉઠશે. આ દિવડાઓ પ્રજવલિત કરવા 36 હજાર લીટર તેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે..દિપ પ્રજવલિત કરવા લાખની સંખ્યામાં વિદ્યાર્થીઓએ વોલિયેન્ટર તરીકે કાર્યકરી રહ્યાં છે. અયોધ્યામાં ભગવાન રામની ભવ્ય પાલખી યાત્રા પણ નીકળશે.
આ દિપોત્સવમાં મુખ્ય અતિથિ કિશન રેડ્ડી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ રાજ્યપાલ સહિતના અગ્રણીઓ બપોરના 2:40 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા રામકથા પાર્ક ખાતે હેલિપેડ પર ઉતરશે.