-
-જનનાયક જનતા પાર્ટીના અધ્યક્ષ દુષ્યંત ચોટાલાએ કહ્યું કે મારી કોઈ પણ પાર્ટીની સાથે કોઈ વાત નથી છે. અંતિમ પરિણામ આવ્યા પછી જ કોઈ નિર્ણય લેવાશે.
- ચૂંટણી આયોગની આધિકારિક વેબસાઈટ મુજબ, મહારાષ્ટ્રની કુળ 288 વિધાનસભા સીટમાંથી ભાજપા 102, શિવસેના 61, કાંગ્રેસ 40, એનસીપી 52 અને બીજા 33 સીટ પર આગળ ચાલી રહ્યા છે. તેમજ હરિયાણામાં ભાજપા 38, કાંગ્રેસ 31, જજપા 11 સીટ પર આગળ છે.
-મનોહર લાલ ખટ્ટર- કરનલથી આગળ અને મહારાષ્ટ્રમાં દેવેંદ્ર ફડણવીસ નાગપુર દક્ષિણ પશ્ચિમથી આગળ ચાલી રહ્યા છે. -મહારાષ્ટ્રની 288 સીટમાંથી 107 પર ભાજપા, 71 શિવસેના, 39 પર કાંગ્રેસ, 50 પર એનસીપી અને 21 સીટ પર બીજા આગળ. તેમજ હરિયાણામાં 90 સીટમાંથી 43 પર ભાજપા, 33 પર કાંગ્રેસ 6 પર જજપા અને 8 સીટ પર અન્ય આગળ છે.
-હરિયાણામાં કોંગ્રેસ ભલે વાપસી કરતી દેખાય રહી છે પરંતુ સત્તા સુધી પહોંચવુ સરળ નથી. તેને જેજેપીની સાથો સાથ બીજા નોન-ભાજપ ધારાસભ્યોનું પણ સમર્થન મેળવવું પડશે. . કોંગ્રેસની સામે હવે હરિયાણામા કર્ણાટક મોડલની સરકાર બનાવાનું જ વિકલ્પ દેખાઇ રહ્યો છે
- મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના બમ્પર લીડ કરી રહ્યું છે
- નાગપુર સાઉથ-વેસ્ટ બેઠક પરથી સીએમ દેવેન્દ્ર ફડણવીસ બીજા રાઉન્ડના અંતે આગળ ચાલી રહ્યા છે
- વરલી બેઠક પરથી શિવસેનાના ઉમેદવાર આદિત્ય ઠાકરે 7000 વોટથી આગળ
મહારાષ્ટ્રમાં એનડીએને બહુમત ફક્ત 22સીટો દૂર છે. અહી બીજેપી 91 અને શિવસેના 56 સીટ પર આગળ ચાલી રહી છે. બીજી બાજુ કોંગ્રેસ 21 અને એનસીપી 30 સીટો પર આગળ ચાલી રહી છે.
- હરિયાણાના પરિણામોમાં બીજેપીએ બહુમતનો આંકડો પાર કરી લીધો છે. હરિયાણામાં બીજેપી 50 અને કોંગ્રેસ 13 સીટ પર આગળ ચાલી રહી છે.
- મહારાષ્ટ્રમાં બારામતી સીટ પરથી એનસીપીના અજીત પવાર આગળ ચાલી રહ્યા છે. નાગપુર સાઉથ વેસ્ટ સીટ પરથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આગળ ચાલી રહ્યા છે. રાજ્યમાં બીજેપી ગઠબંધન 41 અને કોંગેસ ગઠબંધન 18 સીટો પર આગળ ચાલી રહી છે.