વિપક્ષના આરોપો વચ્ચે અમિત શાહે બતવી એયર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલ આતંકવાદીઓની સંખ્યા

Webdunia
સોમવાર, 4 માર્ચ 2019 (10:43 IST)
amit shah
ભારતીય વાયુસેના તરફથી પાકિસ્તાન સ્થિત બાલાકોટમાં એયર સ્ટ્રાઈક પછી વિપક્ષ સતત કેન્દ્રમાં મોદી સરકાર પર સવાલ ઉઠાવી રહ્યુ છે. અનેક નેતાઓએ એયર સ્ટ્રાઈકના પુરાવા પણ માંગ્યા છે. હવે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આતંકવાદીઓના માર્યા જવાની સંખ્યા બતાવી છે.    બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પુલવામા હુમલા બાદ પાકિસ્તાન પર કરવામાં આવેલ એર સ્ટ્રાઈકને લઈને મોટો ખુલાસો કર્યો હતો. ભાજપે પ્રથમ વખત આતંકીઓના મોતનો આંકડો જાહેર કર્યો છે. અમદાવાદમાં અમિત શાહે કહ્યું હતું કે, આતંકી સામે થયેલ એર સ્ટ્રાઈકમાં 250થી વધુ આતંકીઓને ઠાર કર્યા હતાં. આ ઉપરાંત અમિત શાહે મમતા બેનર્જી અને રાહુલ ગાંધી પર પણ પ્રહારો કર્યાં હતાં.
 
અમિત શાહે કહ્યું કે, જ્યારે વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાને પકડી લીધો તો લોકો નિંદા કરવા લાગ્યા, પરંતુ યુદ્ધ છે તો એક જવાન પકડાઇ પણ શકે છે. શાહે કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકારનો પ્રભાવ એવો હતો કે વિશ્વમાં સૌથી જલ્દી કોઇ યુદ્ધ કેદી પાછો આવ્યો હોય તો તે અભિનંદન છે
 
અમિત શાહે કહ્યું હતું કે, પાકિસ્તાન આજે દુનિયાભરના દેશોમાં અલગ પડી રહ્યું છે, આ બીજેપીની આતંકવાદ વિરૂદ્ધ કુટનીતિની જીત છે. ઈમરાન ખાન શાંતિની વાત ન કરે ફક્ત જવાનોના શહાદત પર દુખ વ્યક્ત કરી દે અને 10 દિવસમાં જ અઝહર મસૂદને જેલમાં પૂરી દે.
 

સંબંધિત સમાચાર

Next Article