ઉત્તરપ્રદેશ કુશીનગરના બિશનપુરા ક્ષેત્રમાં ગુરૂવારે સવારે એક ભયાનક દુર્ઘટના થઈ ગઈ. જ્યા એક શાળાની બસને માનવ રહિત રેલવે ક્રોસિંગ પર ટ્રેને જોરદાર ટક્કર મારી દીધી. આ દુર્ઘટનામાં 13 બાળકોના મોત થઈ ગયા અને 6 અન્ય ઘાયલ થઈ ગયા.
પોલીસ નિયામક કાર્યલય પરથી મળેલ માહિતી મુજબ બિશનપુરા ક્ષેત્રમાં સવારે લગભગ પોણા 7 વાગ્યે સીવાન-ગોરખપુર રેલ ખંડ પર પૂર્વી ઝાલા માનવ રહિત રેલવે ક્રોસિંગ પર ડિવાન પબ્લિક સ્કૂલની ટાટા મેઝિક વાહન ટ્રેન સાથે અથડાઈ ગઈ. દુર્ઘટનામાં ઘટના પર જ 10 બાળકો અને ચાલકનું મોત થઈ ગયુ. જ્યારે કે બે બાળકોએ પાછળથી દમ તોડ્યો. તેમણે જણાવ્યુ કે દુર્ઘટનામાં ઘાયલ 6 બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમા 3ની હાલત ગંભીર છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટના પર દુખ વ્યક્ત કરતા ગોરખપુર મંડળ આયુક્ત અનિલ કુમારને ઘટના સ્થળ પર મોકલ્યા છે. સીએમએ મૃતકો અને ઘાયલ બાળકોના પરિવાજનોને 2-2 લાખ રૂપિયાની આર્થિક મદદની જાહેરાત કરી છે. સાથે જ ગોરખપુર કમિશનરને આ ઘટનાના તપાસના આદેશ આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ યુપીમાં આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. 2016માં ભદોહીની પાસે બાળકોથી ભરેલી સ્કૂલ વેન ટ્રેનની ઝપેટમાં આવી ગઈ હતી, જેમાં 10 બાળકોના મોત થયા હતા અને અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ વેનમાં કુલ 19 બાળકો સવાર હતા. તે વખતે ડ્રાઈવરને બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હતો.