આપણો દેશ ગજબ યુવા શક્તિથી ભરેલો છે. આપણે જે કોઈ ભવિષ્યની ઈચ્છાઓ ધરાવીએ છીએ એ માટે યુવાઓને કેન્દ્રમાં રાખવા પડશે. જો આપણે આવુ કરી શકીએ તો
આપણે એક લહેરની જેમ અદ્દભૂત ગતિએ આગળ વધી શકીએ છીએ
આ મહત્વપૂર્ણ છે કે આપણે આપણા યુવાઓને કંઈ નજરથી જોઈએ છીએ
તેમને માત્ર ઓછી વયના મતદાતાના રૂપમાં જોવા એક મોટી ભૂલ છે
તે નવી વયની શક્તિઓ છે.
-રાજનીતિમાં કોઈ પૂર્ણ વિરામ નથી હોતો
- મારા માટે રાજનીતિ મહત્વાકાંક્ષા નથી, પરંતુ એક મિશન છે.
-લોકતંત્રમા, જનમત હંમેશા નિર્ણાયક હોય છે અને આપણે વિનમ્રતા સાથે તેનો સ્વીકાર કરવો પડશે
- મારા માટે આખુ ગુજરાત એસ ઈ જેડ છે - સ્પિરિચુએલિટી, એંટરપ્રાઈઝ એંડ જીલ
- મારા માટે ધર્મ કામ પ્રત્યેની નિષ્ઠા છે અને નિષ્ઠાપૂર્વક કામ કરવુ ધાર્મિક હોવુ છે.
- મહેનત ક્યારેય પણ થાક નથી લાવતી, તે સંતોષ લાવે છે
- મારા જીવનમાં મિશન બધુ છે, એમ્બિશન કશુ પણ નથી. PM રહેતા એટલી જ મેહનતથી કામ કરુ છુ જેટલી CM હતો એ દરમિયાન કરતો હતો
PM Modi Quotes
અમેરિકાએ દુનિયાભરના લોકોને ગ્રહણ કર્યા છે અને દુનિયાના દરેક ભાગમાં એક ભારતીય છે. આ બંને સમાજની લાક્ષણિકતા દર્શાવે છે. ભારતીયો અને અમેરિકનો તેમના કુદરતી સ્વભાવમાં સહઅસ્તિત્વ ધરાવે છે.
- ભારતે બીજું કંઈ બનવાની જરૂર નથી. ભારત માત્ર ભારત જ બનવું જોઈએ. આ એક એવો દેશ છે જેને એક સમયે સોનેરી પક્ષી કહેવામાં આવતું હતું.
"ખરાબમાં સારું શોધો, તો કોઈ વાત બને, સારામાં ખરાબ શોધવો એ દુનિયાનો રિવાજ છે.
"ડરપોકના હાથમાં કદી તાજ હોતો નથી, નમેલા માથાનો તાજ ક્યારેય હોતો નથી, છાતી પર ગોળી ખાવી પડે છે, ચરખો ફરાવવાથી ક્યારેય ક્રાંતિ નથી આવતી.
“એક ગરીબ પરિવારનો પુત્ર આજે તમારી સામે ઉભો છે, આ જ પ્રજાતંત્રની તાકત છે"
“ગભરાય છે એ જેઓ પોતાની છબિ માટે મરે છે અને હુ હિન્દુસ્તાનની છબિ માટે મરુ છુ. તેથી કોઈનાથી પણ ગભરાતો નથી"
“જીતવાની મજા ત્યારે જ આવે છે જ્યારે બધા તમારા હારવાની રાહ જોઈ રહ્યા હોય"
“ખરાબમાં કંઈક સારુ શોધો તો કોઈ વાત બને, પણ સારામાં ખરાબ શોધવુ એ જ દુનિયાનો રિવાજ છે
“મને દેશ માટે મરવાની તક ન મળી, પણ મને દેશ માટે જીવવાની તક મળી છે.
જો હુ નગર નિગમનો પણ અધ્યક્ષ હોત તો પણ આટલે જ મહેનતથી કામ કરતો જેટલી પ્રધાનમંત્રી બનતા કરુ છુ.
“ન હુ પડ્યો ન મારા આશાઓનો મહેલ પડ્યો, પણ કેટલાક લોકો મને પાડવાની લ્હાયમાં અનેકવાર પડ્યા
“હુ વચન આપુ છુ કે જો તમે 12 કલાક કામ કરશો તો હુ 13 કલાક કામ કરીશ અને જો તમે 14 કલાક કામ કરશો તો હુ 15 કલાક કામ કરીશ. કારણ કે હુ પ્રધાનમંત્રી નથી, પણ પ્રધાન સેવક છુ.
“હુ એક એવો નાનો માણસ છુ, જે નાના લોકો માટે કંઈક મોટુ કરવા માંગે છે.
“જીવનમાં કેટલા પણ મોટા બની જાવ, પણ માતાના આશીર્વાદથી વધુ કશુ હોતુ નથી.