Mahashivratri 2024 : મહાશિવરાત્રિ પર કેમ જરૂરી છે રૂદ્રાભિષેક, જાણો તેનુ મહત્વ અને લાભ

Webdunia
મંગળવાર, 5 માર્ચ 2024 (15:33 IST)
Rudrabhishek
Mahashivratri 2024, Rudrabhishek Niyam, Benefits and Importance: પંચાગ મુજબ માઘ મહિનાની ચતુર્દશી તિથિના રોજ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવાય છે. આ વર્ષે મહાશિવરાત્રિનો તહેવાર 8 ફેબ્રુઆરી 2024ના રોજ આવી રહ્યો છે.  સાથે જ મહાશિવરાત્રિ શુક્રવારના દિવસે આવશે. આ દિવસે પ્રદોષ પણ રહેશે. આવામાં આ વર્ષે મહાશિવરાત્રિના દિવસે વ્રત અને પૂજા કરવાથી ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે. 
 
ધાર્મિક માન્યતા છે કે મહાશિવરાત્રિના દિવસે માતા પાર્વતી અને શિવજીનો વિવાહ થયો હતો. મહાશિવરાત્રિ પર મનોકામનાપૂર્તિ માટે રૂદ્રાભિષેકનુ વિશેષ મહત્વ હોય છે.  રુદ્રાભિષેક કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને મહાશિવરાત્રિના દિવસે રૂદ્રાભિષેક કરવાના અનેક લાભ પણ છે. 
 
શુ છે રુદ્રાભિષેક 
રૂદ્રાભિષેક રુદ્ર અને અભિષેક શબ્દને મિક્સ કરીને બનાવેલ છે.  અભિષેકનો શાબ્દિક અર્થ છે સ્નાન કરાવવુ. રુદ્રાભિષેકનો અર્થ થાય છે ભગવાન રુદ્રનો અભિષેક. રુદ્રાભિષેક દૂધ, જળ, ઘી, દહી, મઘ વગેરે જેવા અનેક પ્રકારના દ્રવ્ય પદાર્થોથી કરવામાં આવે છે અને આ તરત જ ફળદાયી પણ હોય છે. તેનાથી મહાદેવ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા પ્રાપ્ત થાય છે. 
 
રુદ્રાભિષેકનુ મહત્વ 
 
રુતમ-દુ:ખમ, દ્રાવયતિ-નાશયતીતિરુદ્ર: એટલે કે રુદ્રાભિષેકથી ભોલે બધા દુખોનો નાશ કરી દે છે. આપણા દ્વારા કરવામાં આવેલ પાપ જ દુખોનુ કારણ બને છે. તેથી રુદ્રાર્ચન કે રુદ્રાભિષેકથી કુંડળીમાં પાતક કર્મ અને મહાપાતક કર્મ પણ દૂર થાય છે અને વ્યક્તિમાં શિવત્વનો ઉદય થાય છે.  રુદ્રહ્રદયોપનિષદમાં બતાવ્યુ છે કે  ‘સર્વદેવાત્મકો રુદ્ર: સર્વે દેવા: શિવાત્મકા'  તેનો મતલબ છે કે રુદ્ર બધા દેવતાઓની આત્મામા છે અને બધા દેવતા રૂદ્રની આત્મામાં. આ જ કારણ છે કે રુદ્રાભિષેક કરવાથી તેનુ શીધ્ર ફળ મળે છે અને તમામ પરેશાનીઓથી લઈને ગ્રહ દોષ પણ દૂર થાય છે.  
 
મહાશિવરાત્રિ પર રુદ્રાભિષેક કરવાનો લાભ 
 
 - મહાશિવરાત્રિ પર જળથી અભિષેક કરવાથી વરસાદ પડે છે 
- કુશોદકથી રુદ્રાભિષેક કરવાથી રોગ દૂર થાય છે. 
- દહીથી રુદ્રાભિષેક કરવાથી મકાન અને વાહનની પ્રાપ્તિ થાય છે. 
- મહાશિવરાત્રિ પર ધન વૃદ્ધિ માટે મઘ-ઘીથી અભિષેક કરો. 
- જો આ મિશ્રિત જળથી  અભિષેક કરીએ તો બીમારીઓ દૂર થાય છે 
 - સંતાન પ્રાપ્તિ માટે મહાશિવરાત્રિના દિવસે ગાયના દૂધથી અભિષેક કરો. 
- ગાયના દૂધમાં ઘી મિક્સ કરીને અભિષેક કરવાથી આરોગ્ય જીવનની પ્રાપ્તિ થાય છે. 
- મહાશિવરાત્રિ પર સરસવના તેલથી અભિષેક કરવાથી શત્રુઓનો નાશ થાય છે. 
 
 

સંબંધિત સમાચાર

Next Article