શિવરાત્રિ પર્વને લઈને શિવાલયોમાં હર હર મહાદેવની ગૂંજ રહે છે. શાસ્ત્રો મુજબ સંપૂર્ણ બ્રહ્માંણ મહાશિવરાત્રિ પર જ તેમના અસ્તિત્વમાં આવ્યું હતું. લિંગ પુરાણ મુજન ફાલ્ગુન મહીનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિને મહાશિવરાત્રિ પર્વ ઉજવાય છે.
આ પર્વ નિરાકાર પરમેશવર શિવના સાકાર રૂપમાં શંકરના ઉદયનો દિવસ છે.
આ દિવસે મહાદેવનો લગ્ન ઉત્સવ પણ છે.
સવારથી જ ખાસ પૂજન અર્ચન અને રૂદ્રાભિષેક શરૂ થઈ જાય છે. ભક્ત ભોલે બાબાને પ્રસન્ન કરવાના દરેક શકય પ્રયાસ કરે છે. તમે પણ મનભાવતું વરદાન ઈચ્છો છો તો મહાશિવરાત્રિના રોજ 10 મિનટ ભગવાન શિવના ધ્યાન કરતા તેમના 108 નામોના સ્મરણ કરો.