મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભાની ચૂંટણી આજે જાહેર થશે

Webdunia
મંગળવાર, 15 ઑક્ટોબર 2024 (12:02 IST)
Maharashtra Jharkhand assembly election 2024 dates : ચૂંટણી પંચ આજે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. પંચે આજે બપોરે 3.30 કલાકે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, આ પ્રેસ કૉન્ફરન્સમાં મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે.
 
મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને અજીત પવારના એનસીપીનું ગઠબંધન છે. જેની ટક્કર કૉંગ્રેસ શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (એનસીપી) તથા શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) જૂથની યુતિ સાથે છે.
જાહેરખંડમાં ભાજપ તથા ઝારખંડ મુક્તિ મોરચાની (ઝામુમો) વચ્ચે મુખ્ય સ્પર્ધા છે. જેમાં રાષ્ટ્રીય જનતા દળ અને કૉંગ્રેસ જેવા અન્ય દળો 'ઇન્ડિયા ગઠબંધન'ના નેજા હેઠળ ઝામુમો સાથે છે.
 
તાજેતરમાં હરિયાણા અને જમ્મુ-કાશ્મીરનાં ચૂંટણીપરિણામ જાહેર થયાં હતાં, જેમાં ભાજપે તેનું અત્યારસુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ઍક્ઝિટ પોલના અનુમાનોથી વિપરીત ભાજપ આપબળે સત્તા ઉપર આવ્યું અને ત્રણ અપક્ષોનો પણ તેને સાથ મળ્યો.
 
આ સિવાય જમ્મુ-કાશ્મીરમાં નૅશનલ કોન્ફરન્સ (એનસી) અને બહુમત વચ્ચે હાથવેંતનું છેટું રહી ગયું હતું. પરંતુ અપક્ષ ધારાસભ્યોની મદદથી બહુમત માટે જરૂરી આંકડો મેળવી લીધો છે. એનસી સાથે 'ઇન્ડિયા ગઠબંધન'ના આધારરુપ કૉંગ્રેસે પણ ચૂંટણી પહેલાંનું ગઠબંધન કર્યું હતું. કૉંગ્રેસને છ બેઠક મળી છે.
 
જમ્મુ-કાશ્મીરમાં ભાજપને 29 બેઠક મળી છે અને તે મુખ્ય વિરોધપક્ષ બન્યો છે.

સંબંધિત સમાચાર

Next Article