ઝારખંડની 14 સીટોમાંથી ભાજપાએ અગાઉની ચૂંટણીમાં 12 સીટો પર કબજો કર્યો હતો. દુમકા અને રાજમહેલ સીટ પર ઝારખંડ મુક્તિ મોરચાએ કબજો જમાવ્યો હતો. કોંગ્રેસને અહીથી એક પણ સીટ મળી નહોતી. ભાજપા અહી 13 સીટ પર ચૂંટણી લડી રહી છે. જ્યારે કે એક સીટ પર એજેએસયૂ માટે છોડી છે. કોંગ્રેસ અહી 7 સીટો પર ચૂંટણી લડી રહી છે. તેમા 7 સીટો પોતાના સહયોગીઓ માટે છોડી છે. હજારીબાગથી કેન્દ્રીય મંત્રી જયંત સિન્હા, જ્યારે કે દુમકામાંથી ઝારખંડ મુક્તિ મોરચાના પ્રમુખ શૂબૂ સોરેન ચૂંટણી લડી રહ્યા છે.