ગુજરાતના લોકસભાની ચૂંટણીના ઉત્સુક ઉમેદવારોએ દિલ્હીથી લઈ ગાંધીનગર સુધીની કવાયત તેજ કરી છે. લોકસભા બેઠક ઉપર બીજેપીમાંથી સેન્સ લેવાયા બાદ ઉમેદવારોમાં જોષ આવ્યો છે. પાંચ લાખ જેટલી જંગી લીડથી વિજય મેળવે તેવા ઉમેદવાર પર પસંદગી થશે. તેમજ આણંદ ભાજપના ઉમેદવાર તરીકે પ્રાયોરિટી અપાવવાની શક્યતા છે.
જ્ઞાતિવાદનું સમીકરણ મહત્વનો ભાગ ભજવી શકે છે છે. જેમાં આણંદ લોકસભાની બેઠક માટે ભાજપમાંથી સેન્સ લેવાની ફોર્માલિટી પૂર્ણ કરાયા બાદ હવે ઉત્સુક ઉમેદવારોએ દિલ્હીથી લઈને ગાંધીનગર સુધીની કવાયત તેજ કરી દીધી છે. પરંતુ બે વાત સ્પષ્ટ છે, જેમાં જે ઉમેદવાર પાંચ લાખ જેવી જંગી લીડથી વિજય મેળવી શકે અને ભાજપમાં આયાતી કાર્યકરોની ફોજમાં વધારો કરી શકે છે. આ ગુણો ધરાવતા ઉમેદવારને પ્રાયોરિટી અપાય તેવી શક્યતા છે. આ ઉપરાંત જ્ઞાતિવાદનું સમીકરણ મહત્વનો ભાગ ભજવી શકે છે.ભાજપ હાઈકમાન્ડ સરપ્રાઈઝ આપવા માટે જાણીતું છે. એટલે છેલ્લી ઘડીએ કોથળામાંથી બિલાડું કાઢે તો નવાઈ નહીં. પરંતુ પાટીદાર ઉમેદવારની બાદબાકી કરવામાં આવે તો પછી ક્ષત્રિય ઉમેદવાર પર પસંદગી ઉતારવામાં આવે તેવી શક્યતા સેવાય છે. નિરીક્ષકોની ટીમ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ કર્યાના બે દિવસ પછી પણ ચરોતર ભાજપના કોઈ આગેવાન કોને ટિકિટ મળશે ? અને કોણ કપાશે ? તે અંગે કશું જ કહેવાની સ્થિતિમાં નથી. ઉલ્ટાના અંદરખાને એવું પણ ચર્ચાય છે કે સેન્સ લેવાની પ્રક્રિયા તો એક ફોર્માલિટી છે. બાકી ભાજપ હાઈકમાન્ડ ધારે તેને જ ટિકિટ મળશે! અને તે ઉમેદવારને અહીંના કાર્યકરોએ વિજયી પણ બનાવવો પડશે. અત્યારે તો સૌની નજર હાઈકમાન્ડના નિર્ણય પર છે.