લોકસભા ચૂંટણી 2019-આજથી ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ

Webdunia
ગુરુવાર, 28 માર્ચ 2019 (12:15 IST)
આજથી ગુજરાતમાં તમામે તમામ 26 બેઠકો પર ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવા જઇ રહી છે. ગુજરાતમાં 26 બેઠકો પર આગામી 23 એપ્રિલે મતદાન થવાનું છે. ત્યારે આજથી એટલે કે 28 માર્ચથી 4 એપ્રિલ સુધી ઉમેદવારો પોતાની ઉમેદવારી પત્ર ભરી શકશે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે પક્ષપલ્ટો કરીને આવેલા કોંગ્રેસના 4 ધારાસભ્યોના મત વિસ્તારની પણ પેટાચૂંટણી યોજાનાર છે, ત્યારે આજે જાહેરનામું બહાર પડાશે અને સાથે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થશે, સાથે જાહેર રજાના દિવસો સિવાયના દિવસોમાં ફોર્મ ભરી શકાશે.
રાજ્યમાં કસભાની ચૂંટણીને લઇને સ્ટેટિક સર્વેલન્સ, ફ્લાઈંગ સ્ક્વોડની 639 ટીમ કાર્યરત કરી દેવામાં આવી છે. સાથે ચૂંટણી પંચે આદેશ આપ્યા છે કે જે તે ઉમેદવાર ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કરચેરીમાં પોતાના ફોર્મ ભરે ત્યારે માત્ર 5 વ્યક્તિ જ સાથે લાવે, તેનાથી વધારે વ્યક્તિઓ લાવી શકશે નહીં, સાથે ઉમેદવારના વાહન સહિત માત્ર 3 અન્ય વાહનો જ સાથે લાવી શકવાની પરવાનગી આપવામાં આવી છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડો. મુરલી ક્રિષ્નાએ જાહેર કર્યું છે કે, મંજૂરી વગર સરઘસાકારે ઉમેદવારી ફોર્મ ભરવા આવવાની મનાઇ છે. જે તે જિલ્લા તંત્ર પાસેથી આ અંગે મંજૂરી લેવાની રહેશે.

સંબંધિત સમાચાર

Next Article