Manglik Dosha: જો તમે માંગલિક છો તો લગ્ન પહેલા કરી લો આ ઉપાય નહી તો લગ્નજીવન થશે બરબાદ

Webdunia
મંગળવાર, 30 મે 2023 (00:44 IST)
Manglik Dosha Na Upay: જ્યોતિષમાં મંગળ ગ્રહને ગ્રહોનો સેનાપતિ કહેવામાં આવે છે. આ ખૂબ જ ઉગ્ર ગ્રહ છે. જો કે વૃશ્ચિક અને મેષ રાશિનો સ્વામી છે. લગ્ન પહેલા કુંડળીમાં મંગળની સ્થિતિ જરૂર જોવી જોઈએ. જો કોઈને કુંડળીમાં  મંગળ લગ્ન, ચતુર્થ, સપ્તમ, અષ્ટમ અને દ્વાદશ ભાવમાથી કોઈ પણ ભાવમાં હોય તો તેને મંગળદોષ કે માંગલિક દોષ કહેવામાં આવે છે. 
 
જે યુવક કે યુવતીને મંગળ દોષ હોય તો તેમને મંગળ દોષ દૂર કરવાના ઉપાયો જરૂર કરવા જોઈએ. નહી તો વૈવાહિક જીવનમાં હંમેશા પરેશાનીઓ આવતી રહે છે.  એવુ કહેવાય છે કે મંગળ દોષવાળા યુવક કે યુવતીના લગ્ન કોઈ મંગળ દોષવાળા યુવક કે યુવતી સાથે કરવા જોઈએ. 
 
જ્યોતિષ મુજબ કુંડળીમાં ફક્ત 28 વર્ષ સુધી જ મંગળ દોષ રહે છે. બીજી બાજુ મેષ, કર્ક, વૃશ્ચિક રાશિ વાળા લોકોમાં  પણ મંગળ દોષ જીવનભર માટે રહેતો નથી.  જો કુંડળીમાં પૂર્ણ કે આંશિક મંગળ દોષ છે તો લગ્ન  પહેલા કેટલાક જ્યોતિષ ઉપાયો કરી લેવા જોઈએ. આ ઉપાયો કરવાથી વૈવાહિક જીવનમાં આવનારી પરેશાનીઓ ઓછી થાય છે. 
 
 તો આવો જાણીએ મંગલ દોષ દૂર કરવાના ઉપાય 
 
ભાત પૂજન - માંગલિક દોષ દૂર કરવા માટે ભાત પૂજન કરવામાં આવે છે.  એવુ કહેવાય છે કે ભાત પૂજન કરવાથી મંગલ દોષ સમાપ્ત થાય છે. 
 
કુંભ વિવાહ - કુંભ વિવાહ કરવાનો મતલબ હોય છે લગ્ન પહેલા કોઈ માટલા સાથે લગ્ન કરવા અને પછી એ માટલાને ફોડી નાખવામાં આવે છે.  પરંતુ આ ઉપાય કોઈ જ્યોતિષની સલાહ પછી જ કરવામા આવે છે.  
 
 - લીમડાનુ ઝાડ લગાવવુ - લગ્ન પહેલા લીમડાનુ ઝાડ લગાવવાથી અને ઓછામાં ઓછા 43 દિવસ સુધી ઝાડની દેખરેખ કરવાથી પણ માંગલિક દોષનો પ્રભાવ ઓછો થઈ જાય છે. 
 
- સફેદ સુરમા લગાવો - કાળો સુરમા તો દરેક કોઈ લગાવે છે પણ 43 દિવસ સુધી સફેદ સુરમાં લગાવવાથી મંગલ દોષ દૂર થાય છે. 
 
- મહેમાનોને ખવડાવો મીઠાઈ - કુંડળીમાં મંગળ ભારે છે કે મંગલ દોષ છે તો ઘરે આવતા અતિથિઓને મીઠાઈ ખવડાવો. તેનાથી પણ મંગલ દોષનો પ્રભાવ ઓછો થાય છે. 
 
- મંગળવાર ઉપાય - મંગળવારના દિવસે હનુમાન ચાલીસા વાંચો. હનુમાનજીને કેસરિયા ચોલા ચઢાવો અને કેસરિયા રંગના ગણપતિને ઘરે સ્થાપિત કરી તેની નિયમિત પૂજા કરવાથી પણ મંગલ દોષ દૂર થાય છે. 

સંબંધિત સમાચાર

Next Article