Mahesh Navami 2023: આજે મહેશ નવમી પર આ વિધિથી કરો પૂજા, સંતાન પ્રાપ્તિથી લઈને સુખદ વૈવાહિક જીવનનો મળશે આશીર્વાદ

સોમવાર, 29 મે 2023 (12:08 IST)
જેઠ મહિનાની શુક્લ પક્ષ નવમી તિથિ એટલે કે આ જે 29 મે ના રોજ મહેશ નવમી (Mahesh Navami 2023) નુ વ્રત રાખવામાં આવશે.  મહેશ નવમી પર ભગવાન શિવ અને મા પાર્વતીની પૂજા કરવાથી ખાલી ખોળો ભરાય છે અને વૈવાહિક જીવનમાં આવેલ ખટાશ પણ દૂર થાય છે. 
 
 ધાર્મિક માન્યતાઓ મુજબ ભગવાન શિવની કૃપાથી મહેશ નવમીના દિવસે મહેશ્વરી સમાજની ઉત્તપત્તિ થઈ હતી. મહેશ ભગવાન શિવનુ જ એક નામ છે. મહેશ નવમી પર ભગવાન શિવની પૂજા અને વ્રત કરવાથી બધી મનોકામના પૂરી થાય છે. ચાલો જાણીએ મહેશ નવમીની પૂજા વિધિ અને મહત્વ વિશે.. 
 
મહેશ નવમી તારીખ (Mahesh Navami 2023 Date)
પંચાગ મુજબ મહેશ નવમી જેઠ મહિનાની શુક્લ પક્ષ નવમીના રોજ ઉજવાય છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ આ તિથિ 28 મેના રોજ સવારે 09:56 થી શરૂ થઈ રહી છે જેનુ સમાપન 29 મે ના રોજ સવારે 11.49 મિનિટ પર થશે.  સવારે સૂર્ય ઉદયને મહત્વ આપતા મહેશ નવમી 29 મે ના રોજ ઉજવાશે. 
  
મહેશ નવમી 2023 પૂજા વિધિ  (Mahesh Navami 2023 Puja Vidhi)

- મહેશ નવમીના દિવસે બ્રહ્મ મુહુર્તમાં ગંગા નદીમાં અથવા પાણીમાં ગંગા જળ નાખીને સ્નાન કરી ભગવાન શિવનુ સ્મરણ  કરવુ જોઈએ.  
સ્નાન કર્યા પછી, સ્વચ્છ વસ્ત્રો પહેરો અને ભગવાન સૂર્યને અર્ઘ્ય ચઢાવો.
- મહેશ નવમી પર ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા માટે ફળ, ફૂલ, ધૂપ, દીવો, ભાંગ, ધતુરા, દૂધ અને દહીં વગેરે લો.
- ભાંગ, ધતૂરા, દહીં અને દૂધમાંથી પંચામૃત બનાવીને ભગવાન શિવનો અભિષેક કરો. આ દરમિયાન ભગવાન શિવના મંત્રોનો જાપ કરવો જોઈએ. શિવ ચાલીસાનો પાઠ કરવો પણ શુભ છે.
- શિવલિંગ પર અભિષેક કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ઉપવાસીઓએ સાંજની આરતી પછી ફળ ખાવા જોઈએ.

મહેશ નવમી 2023 નુ મહત્વ (Mahesh Navami Significance)
મહેશ નવમીના દિવસે માહેશ્વરી સમાજની ઉત્પત્તિ થઈ હતી. માહેશ્વરી સમાજના લોકોક માટે મહેશ નવમીનુ ખાસ મહત્વ હોય છે.  આ દિવસે માહેશ્વરી સમાજના લોકો અનેક વિશેષ ધાર્મિક કાર્યક્રમનુ આયોજન કરે છે. આ દિવસે  માહેશ્વરી સમાજના લોક્કો અનેક વિશેષ ધાર્મિક કાર્યક્રમનુ આયોજન કરે છે.  
સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે, આવી રીતે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી ભક્તોની સંતાન પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થાય છે. મહેશ નવમી પર પૂજા કરવાથી સંતાન સુખ મળે છે અને દાંપત્ય જીવનમાં સુખ આવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર