Jio 149 રૂપિયામાં 1 વર્ષ માટે આપી રહ્યુ છે ફ્રી ઈંટરનેટ.. બસ આટલુ કરો

Webdunia
ગુરુવાર, 24 ઑગસ્ટ 2017 (17:10 IST)
જિયો પોતાના આકર્ષક ઓફર્સને કારણે લોકોમાં ખૂબ લોકપ્રિય છે.  જિયોએ હવે અન્ય ટેલીકોમ કંપનીઓની મુશ્કેલી વધારી દીધી છે.  જિયોએ એક ધમાકેદાર રિચાર્જ પ્લાન રજુ કર્યો છે.  જેમા જિયોફાઈ યૂઝર્સને 149 રૂપિયામાં 1 વર્ષ માટે દર મહિને 2 જીવી 4જી ડેટા આપશે. 
 
કેવી રીતે ઉઠાવશો આ ઓફરનો લાભ 
 
રિચાર્જ પ્લાન ઉઠાવવા માટે તમારે જિયોફાઈ રાઉટર ખરીદવુ પડશે. ત્યાબાદ તેમા જિયો સિમ નાખવી પડશે. પ્રાઈમ મેંબરશિપ માટે 99 રૂપિયાનુ રિચાર્જ કરાવો.. ત્યારબાદ જિયો યૂઝર્સ માટે ત્રણ વિકલ્પ આપવામાં આવશે.  પ્રથમ વિકલ્પ હશે 149 રૂપિયામાં 1 વર્ષ માટે દર મહિને 2 જીવી ડેટાનુ રિચાર્જ પ્લાન.. બીજો વિકલ્પ રહેશે 309 રૂપિયામાં 6 મહિના માટે દર મહિને 1 જીબી 4જી ડેટા અને ત્રીજો વિકલ્પ હશે 509 રૂપિયામાં 6 મહિને દરરોજ 2 જીબી ઈંટરનેટ ડેટા રિચાર્જનો પ્લાન.  
 
શુ છે જિયોફોઈ ?
 
રિલાયંસ જિયોનો જિયોફાઈ એક પોર્ટેબલ બ્રોડબેંજ ડિવાઈસ છે. તેના દ્વારા વૉય કૉલ, વીડિયો કૉલ, ડેટા અને જિયો એપ ઉપયોગ કરી શકાય છે.  કંપનીએ કહ્યુ કે જિયોફાઈ 4જી પોર્ટેબલ વૉયસ અને ડેટા ડિવાઈસ છે. જે હૉટસ્પોટની જેમ કામ કરે છે. 
Next Article