વારેઘડીએ જો તમારા Mobileની બેટરી લો થઈ જાય છે તો આ રીતે કરો charge

Webdunia
મંગળવાર, 6 જૂન 2017 (16:45 IST)
સ્માર્ટફોન યૂઝર્સની સૌથી મોટી સમસ્યા એ હોય છે કે તેમના ફોનની બેટરી લાંબી ચાલતી નથી. તેઓ હંમેશા પોતાના ફોનને ચાર્જિંગ પર લગાવી રાખે છે. પણ જો તમે ઈચ્છો છો કે તમને આનાથી મુક્તિ મળી જાય તો તમારે ફોનની બેટરીને ચાર્જ કરતી વખતે આ વાતોનુ ધ્યાન રાખવુ પડશે. 
 
1. હંમેશા તમારા જ ચાર્જરથી ફોનને ચાર્જ કરો.-  સામાન્ય રીતે લોકો સૌથી મોટી ભૂલ એ કરે છે કે તેઓ પોતાના ફોનને કોઈના પણ ફોનના ચાર્જરથી ચાર્જ કરે છે. જે સૌથી મોટી ભૂલ હોય છે. જો તમને તમારા ફોનના બેટરીની ઉંમર વધારવી છે તો હંમેશા એ જ ચાર્જરથી ફોન ચાર્જ કરવો જોઈએ જે તમને ફોન સાથે મળ્યુ હોય. સ્માર્ટફોન્સમાં એક જેવા ચાર્જિંગ પોર્ટ હોય છે તો આપણને લાગે છે કે કોઈ પણ ચાર્જરનો ઉપયોગ કરી શકીએ છીએ. પણ ધ્યાન રાખો કે જો ચાર્જરની પાવર જુદી થઈ તો બેટરીની પરફોરમેંસ અને કેપેસિટી પર અસર પડી શકે છે. 
 
 
2. સસ્તા અને નકલી ચાર્જરનો ઉપયોગ ન કરો.  - કેટલાક લોકો પૈસા બચાવવાના ચક્કરમાં ચાઈનીઝ ચાર્જર ખરીદી લે છે.  પણ આ ચાર્જર તમારી બેટરીને ખૂબ નુકશાન પહોંચાડે છે. આ ચાર્જરોમાં ઓવર ચાર્જિંગથી બચવા માટે સેફ્ટીની કોઈ સિસ્ટમ નથી હોતી. 
 
3. ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ ન કરો.-  ફાસ્ટ ચાર્જિંગમાં ફોનની બેટરીમાં વધુ વોલ્ટેજ મોકલવામાં આવે છે. જેનાથી ફોનનુ ટેમપ્રેચર તરત વધે છે. જો તમારો સ્માર્ટફોનમાં બેટરી સેટિંગ્સમાં નોર્મલ ચાર્જિંગ સાઈકલનુ ઓપ્શન છે તો તેને પસંદ કરો. કે પછી તમે કંપની દ્વારા બનાવેલ રેગ્યુલર ચાર્જરનો પણ ઉપયોગ કરી શકો છો. 
 
4. આખીરાત ક્યારેય ફોનને ચાર્જ ન કરો. - આમ તો મોટાભાગના સ્માર્ટફોન્સમાં ઓટો પાવર કટ ઓપ્શન આવે છે. મતલબ બેટરી ચાર્જ થતા આપમેળે જ બેટરી વધુ ચાર્જ લેવુ બંધ કરી દે છે. છતા પણ જરૂરી છે કે ફોન અનેક કલાકો સુધી ચાર્જિંગ પર ન છોડવામાં આવે. 
 
5. ઓછામાં ઓછા 80 ટકા સુધી ચાર્જ કરો -  બેટરી. જ્યારે પણ તમે ફોનની બેટરીને ચાર્જ કરો તો તેને ઓછામાં ઓછી 80% સુધી ચાર્જ કરો. તેનાથી ઓછી બેટરી ચાર્જ પણ ન કરવી જોઈઈ. સાથે જ જરૂરી નથી કે તમે 100 પર્સેંટ સુધી જ ચાર્જ કરી લો. આવુ કરવાથી બેટરી લાંબી ચાલે છે. 
 
 
6. વારેઘડીએ ફોન ચાર્જ ન કરો  - બેટરીને ચાર્જ કરતા અફેલા તેને 20 ટકા સુધી ડિસ્ચાર્જ થવા જ દેવી જોઈએ. એવુ નથી કે 60 ટકા કે 50 ટકા હોવા છતા પણ તમે તેને વારે ઘડીએ ચાર્જ કરવા બેસી જાવ.  મતલબ વારેઘડીએ ચાર્જ કરવાથી બેટરીની ઓવરઓલ લાઈફ ઓછી થઈ જાય છે. 
 
 
7 ચાર્જિંગના સમયે ન કરો સ્માર્ટફોનનો ઉપયોગ - ફોન ડાયરેક્ટ ચાર્જિંગ પર લગાવ્યો હોય તો પાવરબેંકની સાથે લગાવીને ચાર્જ કરવામાં આવી રહ્યો હોય  તો તેને ઉપયોગ ન કરવો જોઈએ.  આવુ એ માટે કારણ કે ઉપયોગ કરવા દરમિયાન સ્માર્ટફોનનુ તાપમાન વધી જાય છે.  તેમા બેટરીની સાથે સાથે સ્માર્ટફોનની પરફોર્મેંસ પર પણ ખરાબ અસર પડી શકે છે. 
Next Article