World Music Day- આજે વિશ્વ યોગ દિવસ છે જેને આખું વિશ્વ ઉત્સાહથી ઉજવી રહ્યું છે. ત્યારે તેની સાથે સાથે આજે વિશ્વ સંગીત દિવસ પણ છે. સંગીત એ એક એવી કલા છે જે સીધી જ માણસના આત્મા સાથે જોડાય છે. યોગથી ઈન્દ્રિયો જાગૃત થતી હોવાનું મનાય છે અને તેનાથી શારિરીક રોગો નાશ પામે છે ત્યારે સંગીતમાં પણ એવા રાગ છે જેનાથી અનેક પ્રકારના રોગોની સારવાર થઈ શકે છે.
સંગીતને પણ જો કહેવું હોય તો એક પ્રકારનો યોગ કહી શકાય. સંગીત દ્વારા ઘણી બધી બીમારીઓનો ઉપચાર પણ થવા લાગ્યો છે. વિજ્ઞાન પણ એવું સ્વીકારે છે કે દરરોજ લગભગ ર૦ મિનિટ મનપસંદ સંગીત સાંભળવાથી ઘણાબધા રોગથી દૂર રહી શકાય છે. ભારતીય શાસ્ત્રીય સંગીતના રાગોમાં એટલી શક્તિ છે કે તેનાથી જાતક શારીરિક માનસિક સ્વસ્થતા મેળવી શકે છે. સંગીત થકી ઘણ બધા રોગોનો ઉપચાર પણ શક્ય હોવાનું વિશેષજ્ઞાનું માનવું છે. શાસ્ત્રીય રાગોમાં કોઈ પણ ગીત ભજન કે વાદ્ય ગાય-વગાડીને પણ ફાયદો મેળવી શકાય છે.